ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 મે 2020
ગોવાની રાજ્ય કાર્યકારી સમિતિએ રાજ્યમાં આવનારા પ્રત્યેક વ્યક્તિ પાસેથી કોવિડ-19 ની તપાસ માટે 2000 રૂપિયા વસૂલવાનું નક્કી કર્યું છે. આ અંગેના આદેશો અધિકારીઓએ રેલવે અને હાઇ વે અને આર.ટી.ઓને પણ આપી દીધાં છે તેમણે રાજ્યમાં આવતા દરેક વ્યક્તિની જાણ પ્રશાસનને કરવાની રહેશે તેમજ દરેક વ્યક્તિની કોરોના ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવશે.
આમ તો ગોવાને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ ગયા સપ્તાહે 16 જેટલા નવા કેસ નોંધાતા ફરી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા છે, અને આથી જ સંક્રમિત લોકોની ટેસ્ટ માટે ફી વસૂલવાનું ગોવા સરકારે જાહેર કર્યું છે, કારણકે જાણવા મળ્યું છે કે મોટા ભાગે ગોવાની બહારથી આવતા લોકો સંક્રમણ લઈને આવતા હોય છે, એવા લોકો પાસેથી ટેસ્ટ કરાવીને પૈસા લેવાની ગોવા સરકારની મનસા છે. જોકે આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાયેલા લોકો કે પછી ફરજ પર હાજર સરકારી કર્મચારીઓ પાસેથી કોઇ ફી વસૂલવામાં આવશે નહીં, એમ પણ ગોવા સરકારના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે..