News Continuous Bureau | Mumbai
Clean Godavari Bond મુંબઈ સ્થિત નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં મુખ્યમંત્રી ફડણવીસના હસ્તે નાસિક મહાનગરપાલિકાનો ‘ક્લીન ગોદાવરી બોન્ડ’ ઔપચારિક રીતે લિસ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલ, ડૉ. કે.એચ. ગોવિંદરાજ, NSE ના મેનેજિંગ ડિરેક્ટર આશિષ ચૌહાણ સહિત અન્ય મહત્ત્વના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી ના જણાવ્યા મુજબ,કુંભ મેળાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને નાસિકમાં મોટા પાયે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. રાજ્ય સરકાર નગર વિકાસ વિભાગ દ્વારા અનેક આવશ્યક માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓનું અમલ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Thane Borivali twin tunnel: થાણે-બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટમાં ઐતિહાસિક સિદ્ધિ: ભારતનું સૌથી મોટું TBM કટરહેડ લોન્ચ
નાસિકના ‘ક્લીન ગોદાવરી બોન્ડ’ ને ખુલ્લા બજારમાં રોકાણકારો તરફથી ચાર ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. આ બોન્ડ દ્વારા એકઠું થયેલું ભંડોળ કેન્દ્ર સરકાર તરફથી મળનારા માળખાકીય ફંડ માટેનો માર્ગ પણ સરળ બનાવે છે. વિશેષરૂપે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની લિસ્ટિંગ પ્રક્રિયા હેઠળ મહાનગરપાલિકાને ₹26 કરોડનું પ્રોત્સાહન ભંડોળ મળશે, જે વ્યાજભારને લગભગ શૂન્યની નજીક લાવવામાં મદદરૂપ થશે.
મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે રાજ્યની મુખ્ય ઊર્જા ક્ષેત્રની કંપનીઓ જેમ કે મહાપારેષણ (MSETCL), ત્યારબાદ મહાવિતરણ અને મહાનિર્મિતિની ક્ષમતા વધારવા માટે પણ NSE દ્વારા મોટા પાયે મૂડી ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
