News Continuous Bureau | Mumbai
Solar Projects: ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપનો હિસ્સો ગોદરેજ એન્ડ બોય્ઝના ( Godrej & Boyce ) ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસે મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ માટે મહારાષ્ટ્રના ધુલેમાં 25 મેગાવોટ એસી ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલર પ્રોજેક્ટ શરૂ કર્યાંની જાહેરાત કરી છે. આ વિશાળ પ્રોજેક્ટ 52 હેક્ટરથી વધુ જમીન ઉપર ફેલાયેલો છે, જે વાર્ષિક 45 મિલિયન યુનિટ વીજળી પેદા કરશે. સોલર પ્લાન્ટ ઓપન માર્કેટને વીજ સપ્લાય કરશે, જેનાથી મહારાષ્ટ્રની રિન્યૂએબલ એનર્જીની મહાત્વાકાંક્ષાઓમાં યોગદાન આપી શકાશે. આ પ્રોજેક્ટ ગોદરેજ એન્ડ બોય્સની ટકાઉ ઉર્જા અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યેની કટીબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્ન છે.
ગોદરેજ એન્ટરપ્રાઇઝિસનો હિસ્સો ગોદરેજ એન્ડ બોય્સનો ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ રાઘવેન્દ્ર મિરજીએ કહ્યું હતું કે, “પંચામૃત પહેલ અંતર્ગત COP26 ખાતે પ્રતિજ્ઞા મૂજબ ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ-આધારિત ઉર્જા હાંસલ કરવાનું મહાત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ લક્ષ્ય રિન્યૂએબલ એનર્જી ( Renewable Energy ) સેક્ટરની અભૂતપૂર્વ વૃદ્ધિ દર્શાવે છે. ગોદરેજ એન્ડ બોય્સ ખાતે અમે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને સહયોગ કરતાં આ વિઝનમાં યોગદાન આપતા ગર્વ કરીએ છીએ. અમે દરેક પ્રોજેક્ટના વિશિષ્ટ પડકારોને પૂર્ણ કરવા કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ વિકસિત કરવા ઉપર કેન્દ્રિત છીએ તથા આ 25 મેગાવોટ સોલર ઇન્સ્ટોલેશન ઇનોવેટ ફોર ઇન્ડિયા પ્રત્યેની અમારી ક્ષમતાને વધુ મજબૂત કરે છે, જે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ ડિઝાઇન કરે છે અને તે મહત્તમ કાર્યક્ષમતા સાથે પર્યાવરણને અનુરૂપ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. મહારાષ્ટ્રના ( Maharashtra ) રિન્યૂએબલ એનર્જીના લક્ષ્યોમાં યોગદાન આપવા ઉપરાંત આ પ્રોજેક્ટ ભારતના સ્વચ્છ ઉર્જા ટ્રાન્ઝિશનને વેગ આપવામાં ખાનગી કંપનીઓની મહત્વપૂર્ણ ભૂમિકા પણ દર્શાવે છે.”
આ સમાચાર પણ વાંચો : Surat Growth Hub: દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન: ‘ગ્રોથ હબ’ સુરત, આ વિષયો પર છ સેશનમાં યોજાયા સેમિનાર.
આ પ્રોજેક્ટનું એક વિશિષ્ટ પાસું એ છે કે તેમાં ઇનોવેટિવ વેલ્યુ એન્જિનિયરીંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ઉબડખાબડ જમીન અને સખત માટીના સ્તરોના પડકારોને દૂર કપવા માટે કરવામાં આવ્યો છે. જટિલ ટોપોગ્રાફી હોવા છતાં મહત્તમ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે વિવિધ ઊંચાઈઓ અને વિન્ડ રેઝિસ્ટન્સ ક્ષમતાઓ સાથે કસ્ટમ-ડિઝાઈન કરેલ સ્ટ્રક્ચર્સ ડિઝાઇન કરવામાં આવ્યા હતા. આ મોટા પાયે પ્રોજેક્ટ, જે મહાજેનકોની કુલ ક્ષમતાને 428.02 મેગાવોટ કરે છે તથા પડકારજનક સોલર ઇન્સ્ટોલેશનને અમલમાં મૂકવાની ટેક્નોલોજીકલ ક્ષમતા દર્શાવે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.