ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 12 એપ્રિલ 2021.
સોમવાર.
કોરોના ના કેસો માં ઘટાડા અને અર્થતંત્ર સુધરવાની સ્થિતિ વચ્ચે 8 માર્ચ 2021 ના રોજ સોનાની કિંમત 44,431 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. પરંતુ હવે ફરીથી એક વખત ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ ને પગલે સોનાની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.
કોરોનાના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણના પગલે સોનાની કિંમત માત્ર 10 દિવસમાં જ બે હજાર રૂપિયાથી અધિક વધી ગઈ છે. ગત સપ્તાહના આખરી દિવસે એટલે કે શુક્રવારે સોનુ 46,593 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. લગ્નસરાની સિઝનને જોતા વેપારીઓ સોનાની કિંમતોમાં ઝડપથી વધારો થવાનું અનુમાન લગાવી રહ્યા છે.
ટીવી શો 'અનુપમા'નાં વધુ બે સભ્યો થયા કોરોનાગ્રસ્ત. જાણો વિગતે
ચાંદી ની વાત કરીએ તો ચાંદીની કિંમતમાં પણ છેલ્લા દસ દિવસમાં સારી એવી તેજી જોવા મળી છે. ચાંદીનો ભાવ 30 માર્ચે 63124 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. જ્યારે આજે ચાંદીનો ભાવ 66, 983 રૂપિયા પ્રતિ કિલો છે. આમ માત્ર 10 દિવસમાં જ 3859, રૂપિયા પ્રતિ કિલોગ્રામ ની તેજી નોંધાઈ છે.
