News Continuous Bureau | Mumbai
Good Governance Day: ઓલપાડના ( olpad ) નઘોઈ ગામે ગૃહ, રમત ગમત રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ( Harsh Sanghvi ) અને વન, પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના ( Mukeshbhai Patel ) હસ્તે અંદાજે રૂ.૮.૮૫ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ( development works ) ઈ-ભૂમિપૂજન, લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ઈકોલોજી કમિશન-ગાંધીનગર ( Gujarat Ecology Commission-Gandhinagar ) દ્વારા મોડેલ ઈકો વિલેજ યોજના ( Model Eco Village Scheme ) અંતર્ગત ઓલપાડ તાલુકાના નઘોઈ ગામે રૂ.૧.૮૫ કરોડના ખર્ચે તળાવ બ્યુટીફિકેશન ( Lake Beautification ) , પ્રકૃતિ પાર્ક તેમજ રૂ.૭ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન સુવિધા સાથેના રમત-ગમત સંકુલનું ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
ટી.બી. મુક્ત અને સિકલસેલ એનિમિયાને નાબૂદ કરવા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના CSR ફંડમાંથી પુરસ્કૃત અને ગામે-ગામ ફરતી મોબાઈલ મેડિકલ વાનને મંત્રીશ્રીઓએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપરાંત, ઓલપાડ તાલુકા પંચાયત દ્વારા જમીનવિહોણા ખેતમજૂરોને હસ્તે નિઃશુલ્ક પ્લોટનું સનદ વિતરણ કરાયું હતું.

Good Governance Day Panchotsav celebration at olpad
આ પ્રસંગે રમત-ગમત રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દરેક ઘર સુધી નલ સે જલ, પર્યાપ્ત ગેસ જોડાણ, વીજળીની ઉપલબ્ધતા, શાળાઓમાં તમામ સુવિધાઓ, સ્પોર્ટ્સ સંકુલો, રોડ, રસ્તા, આરોગ્યની સુવિધા, આયુષ્માન ભારત યોજના થકી રૂ.૧૦ લાખ સુધીની કેશલેસ આરોગ્યકવચ જેવા આયામો રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યા છે. જેના પરિણામે સુશાસનની પ્રતીતિ રાજ્યના જન-જનને થઈ રહી છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના, સ્ટાર્ટઅપ યોજના થકી શહેરી અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના નાના કારીગરોને નાણાકીય સમાવેશન દ્વારા અર્થવ્યવસ્થામાં જોડવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાના લાભ થકી છેવાડાના ગ્રામજનોનું ભવિષ્ય બદલાયું છે એમ રમત ગમતમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી વિકાસનો વ્યાપ વધારી લોકહિત અને જનકલ્પાણના કાર્યો કરવાની રાજ્ય સરકારની કટિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.
મંત્રીશ્રીએ કહ્યું કે, ઈકો વિલેજ અંતર્ગત તળાવના કાંઠે બહેનો માટે અલગથી ધોબી ઘાટ તૈયાર કરાશે. ગામ એ આપણા સંયુકત પરિવાર સમાન હોય છે, ત્યારે નાગરિક તરીકેની સાચી ફરજ સમજીને સ્વચ્છતા માટે ભગીરથ પ્રયાસોમાં સૌએ યોગદાન આપવા સાથે ‘સ્વચ્છતા માટે સ્વચ્છ નઘોઈ’નો સંકલ્પ સિધ્ધ કરવાનો છે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Tiger On Wall : ટાઈગર ઈઝ હીયર.. દીવાલ પર માર્યા આંટા-ફેરા, ફરમાવ્યો આરામ, નજારો જોવા ઉમટી લોકોની ભીડ..
કાંઠા વિસ્તારમાં રહેતા યુવાઓએ ગેરપ્રવૃતિઓમાં ન જોડાવા તેમજ ગામના બાળકો, યુવક-યુવતીઓએ અભ્યાસ સાથે રમત-ગમતમાં ક્ષેત્રમાં જોડાઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા અનુરોધ કર્યો હતો. આગામી સમયમાં ઓલપાડથી સોમનાથ, દ્વારકા, ડાકોર સહિત અંબાજી મંદિરે પરિવાર જોડે દર્શન કરવા જઈ શકાય એવી સૂચારૂ વ્યવસ્થા કરવાના આયોજન અંગેની વિગતો મંત્રીશ્રીએ આપી હતી.
ભારતીય રાજનીતિના યુગપુરૂષ, ઓજસ્વી વક્તા, અસંખ્ય કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત એવા ભારતરત્ન સ્વ.અટલ બિહારી બાજપેયીની જન્મજયંતી- ‘સુશાસન દિવસ’ની સૌને શુભકામના પાઠવતા વન પર્યાવરણ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સમગ્ર સુરત જિલ્લામાં સૌપ્રથમ વખત નઘોઈ ગામ ખાતે ૬ એકર જમીનમાં રૂ.૭ કરોડથી વધુના ખર્ચે ઈન્ડોર, આઉટડોર ગેમ્સ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નિર્માણ પામશે. ઈકો વિલેજમાં ઈકોલોજી વિભાગના દ્વારા તળાવ, કુવા તેમજ ગામનું બ્યુટીફિકેશન કરાશે, જેમાં તળાવનું પાણી ગંદુ ન થાય તે માટે અલાયદા ધોબી ઘાટની વ્યવસ્થા ઉભી થશે. વડાપ્રધાનશ્રીના ‘ટી.બી. મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે મોબાઈલ મેડિકલ વાન થકી ઘર આંગણે આરોગ્ય-નિદાનની સુવિધાનો લાભ મેળવી શકાશે.

Good Governance Day Panchotsav celebration at olpad
વન મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે. ઓલપાડ તાલુકામાં ૫.૦૨ લાખથી વધુ લાભાર્થીઓને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાનો લાભ અપાવ્યો છે. ઓલપાડના ખેડૂતો કૃષિ ક્ષેત્રે પ્રાકૃતિક ખેતી કરી લોખોની કમાણી કરતા થયા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના નિર્માણથી ખેલ મહાકુંભ અને ખેલો ઈન્ડિયામાં ભાગ લઈ રમતવીરોને આધુનિક સ્પોર્ટ્સ સુવિધા મળી રહેશે.
આ વેળાએ મંત્રીશ્રીઓ, મહાનુભાવો, ગ્રામજનોએ વિકસિત ભારત નિર્માણ અને સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપ દેસાઈ, ગુજરાત ઈકોલોજી કમિશનના નિયામકશ્રી ડો.જી.એસ.સિંહ, જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી વબાંગ ઝમીર, તા.પંચાયત પ્રમુખ નિતાબેન પટેલ, સુરત સ્પોર્ટ્સ ઓથોરિટીના ચેતનભાઈ પટેલ, IOC ગુજરાત સ્ટેટ ઓફિસના મેનેજર સંજય ભંડારી, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, કુલદિપભાઈ, સરપંચો, અગ્રણીઓ, લાભાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Amrit Bharat Express: વંદે ભારત બાદ હવે દેશમાં દોડશે અમૃત ભારત ટ્રેન! અશ્વિની વૈષ્ણવે આપ્યું મોટું અપડેટ.. જુઓ વિડીયો..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.