ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈ BMCની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તાધારી પક્ષ શિવસેનાએ ફરી એકવાર મુંબઈગરાને પોતાની તરફ વાળવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં નવા વર્ષના પહેલા દિવસે ઠાકરે સરકારે મુંબઈગરાઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે મુંબઈમાં 500 ચોરસ ફૂટ સુધીના મકાનો પરનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીની હાજરીમાં મળેલી શહેરી વિકાસ વિભાગની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદે, મુંબઈ ઉપનગરીય પાલક પ્રધાન આદિત્ય ઠાકરે અને મુંબઈના પાલક પ્રધાન અસલમ શેખએ હાજરી આપી હતી.
આ નિર્ણય અંગે શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મુંબઈ કરવેરાના સંદર્ભમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે. મુંબઈ અને શિવસેનાનો સંબંધ અલગ છે. મુંબઈકરોને શિવસેનાએ ઘણું આપ્યું છે. શિવસેનાએ મુંબઈ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે. ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી ન હતા ત્યારે પણ તેઓ પોતે મુંબઈની સમસ્યાઓ પર ધ્યાન આપતા હતા. મુખ્યમંત્રીએ કોરોનાના સમયમાં પણ સારું કામ કર્યું.
પ્રથમ ગ્રાસે મક્ષિકા! વૈષ્ણોદેવીમાં