ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 જુલાઈ 2020
મુંબઈમાં કોરોના મુક્ત દર્દીઓની સંખ્યા ઝડપથી વધીને 70 ટકા થઈ ગઈ છે, હવે મુંબઇકારોએ કોરોનાથી ડરવાની જરૂર નથી.હા, પણ સાવધાની પુરી રાખવી પડશે. વાત કરીએ મુંબઇની વિવિધ કોરોના હોસ્પિટલોની તો ત્યાં હાલમાં 1053 વેન્ટિલેટર છે, જેમાંથી 125 વેન્ટિલેટર ફ્રી પડ્યાં છે. વેન્ટિલેટરની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં ઘટાડો એ એક સારો સંકેત છે કે કોરોનાનું જોખમ ઝડપથી ઘટી રહ્યું છે. ઉપરોક્ત તમામ માહિતી બીએમસીએ એક નિવેદનમાં આપી છે.
એક સમએ ધારાવી મુંબઇનું હોટ સ્પોટ કહેવાતું હતું. ધારાવીમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા જે તકેદારી લેવામાં આવી તેને પગલે દર્દીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને હવે ધારાવીમાં માત્ર 99 સક્રિય દર્દીઓ ચોપડે નોંધાયેલાં છે અને 2,067 લોકો કોરોના થી મુક્ત થયા છે. મુંબઇમાં હાલમાં કુલ 96,256 કોરોના કેસો છે જેમાંથી, 67,830 કોરોના મુક્ત છે અને હાલમાં 22,959 સક્રિય દર્દીઓ છે. આમ એક સમયે કોરોના હોટસ્પોટ ધરાવતા ધારાવીમાં હવે સક્રિય દર્દીઓની સંખ્યા સૌથી ઓછી છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com