Site icon

મુંબઈવાસીઓ માટે સારા સમાચાર : કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 70 ટકાએ પહોંચ્યો…જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 જુલાઈ 2020

મુંબઈમાં કોરોના મુક્ત દર્દીઓની સંખ્યા ઝડપથી વધીને 70 ટકા થઈ ગઈ છે, હવે મુંબઇકારોએ કોરોનાથી ડરવાની જરૂર નથી.હા, પણ સાવધાની પુરી રાખવી પડશે. વાત કરીએ મુંબઇની વિવિધ કોરોના હોસ્પિટલોની તો ત્યાં હાલમાં 1053 વેન્ટિલેટર છે, જેમાંથી 125 વેન્ટિલેટર ફ્રી પડ્યાં છે. વેન્ટિલેટરની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં ઘટાડો એ એક સારો સંકેત છે કે કોરોનાનું જોખમ ઝડપથી ઘટી રહ્યું છે. ઉપરોક્ત તમામ માહિતી બીએમસીએ એક નિવેદનમાં આપી છે.

એક સમએ ધારાવી મુંબઇનું હોટ સ્પોટ કહેવાતું હતું. ધારાવીમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા જે તકેદારી લેવામાં આવી તેને પગલે દર્દીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને હવે ધારાવીમાં માત્ર 99 સક્રિય દર્દીઓ ચોપડે નોંધાયેલાં છે અને 2,067 લોકો  કોરોના થી મુક્ત થયા છે. મુંબઇમાં હાલમાં કુલ 96,256 કોરોના કેસો છે જેમાંથી, 67,830 કોરોના મુક્ત છે અને હાલમાં 22,959 સક્રિય દર્દીઓ છે. આમ એક સમયે કોરોના હોટસ્પોટ ધરાવતા ધારાવીમાં હવે સક્રિય દર્દીઓની સંખ્યા સૌથી ઓછી છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version