News Continuous Bureau|Mumbai.
ફિલ્મ અભિનેતા(Film Actor) અને યુપી(UP)ના ગોરખપુર(Gorakhpur)ના ભાજપ સાંસદ રવિ કિશને(BJP MP Ravi Kishan) મુંબઈના એક વેપારી(Business Man) વિરુદ્ધ રૂપિયા 3.25 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. સાંસદના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે મુંબઈના એક બિઝનેસમેને સાંસદ રવિ કિશન સાથે 3.25 કરોડ રૂપિયાની છેતરપિંડી (Fraud) કરી છે. આ અંગે તેમણે કેન્ટ પોલીસ સ્ટેશન(Kent Police Station)માં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસમાં દાખલ કરાયેલા રિપોર્ટ અનુસાર, વર્ષ 2012માં રવિ કિશને પૂર્વ મુંબઈમાં રહેતા એક વેપારીને 3.25 કરોડ રૂપિયા આપ્યા હતા.
જ્યારે તેઓએ વેપારીને પૈસા પરત કરવાનું કહ્યું ત્યારે તેણે 34 લાખના 12 ચેક આપ્યા. આ ચેક વિલે પાર્લે, પીએમ રોડ, મુંબઈ ખાતે સ્થિત ટીજેએચડી સહકારી બેંક લિમિટેડ(TJHD Cooperative Bank Limited)ના છે. જ્યારે સાંસદે 7 ડિસેમ્બર, 2021ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)ની ગોરખપુર સ્થિત બેંક રોડ શાખામાં 34 લાખનો ચેક જમા કરાવ્યો ત્યારે ચેક બાઉન્સ થયો. સતત પૈસાની માંગણી કરવા છતાં વેપારીએ કોઈ સંતોષકારક જવાબ ન આપતાં આખરે સાંસદ પોતે છેતરાયાની જાણ થતા, પોલીસમાં ફરિયાદ કરી છે. કેન્ટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરે જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. તપાસ અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો તો આ બાબતોનું ધ્યાન રાખો- નહીં તો થઈ શકે છે નુકસાન
જણાવી દઈએ કે પહેલા સાંસદ કેન્ટ પોલીસ સ્ટેશન(Kent Police Station) વિસ્તારના સિંઘરિયામાં રહેતા હતા, પરંતુ તાજેતરમાં તેઓ પ્લેનેટોરિયમ લેક વ્યૂ કોલોની(Planetarium Lake View Colony) સ્થિત ઘરમાં શિફ્ટ થયા છે.