ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને વેપારીઓના નુકશાન સંદર્ભે નો આંકડો પ્રસ્તુત કર્યો છે. આ ફેડરેશનના અધ્યક્ષ વિરેન શાહના જણાવ્યા મુજબ. વેપારીઓને દૈનિક તેરસો કરોડ રૂપિયાનું નુકસાન જાય છે. પંદર દિવસ પ્રમાણે આ નુકશાનનો આંકડો 18200 કરોડ રૂપિયાનો છે. જ્યારે કે મહારાષ્ટ્રના અમુક વિસ્તારમાં પહેલેથી જ લોકડાઉન મૂકી દેવામાં આવ્યું હતું જેનું નુકસાન કુલ પાંચ હજાર કરોડ રૂપિયા જેવું થાય છે. આમ કુલ મળીને આખા મહારાષ્ટ્રમાં તમામ દુકાનદારોને 24 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ પરિસ્થિતિમાં ફેડરેશને સરકાર પાસે માંગણી મૂકી છે કે હવે સરકાર દુકાનદારો માટે કોઈ પેકેજની જાહેરાત કરે. જો તમામ સ્તરના લોકોને કોઇ રાહત મળી શકતી હોય તો દુકાનદારોને કેમ નહીં?
હવે ચૂંટણી પંચ આવ્યું સપાટા માં, કોર્ટે કહ્યું ચૂંટણી પંચ સામે કેસ દાખલ કરવો જોઈએ.