મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન નું ઉત્પાદન કરનારી કંપનીઓ પર એક આકરો કાયદો લાદ્યો છે. સરકારે આદેશ જાહેર કર્યો છે કે હવે કુલ ઉત્પાદનના 80% ઓક્સિજન માત્રને માત્ર હોસ્પિટલને સપ્લાય કરવો પડશે. જ્યારે કે બચેલા ૨૦ ટકા ઓક્સિજન ને અન્ય કામો માટે ફાળવી શકાય છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસનો ધ્યાનમાં રાખીને આવનાર દિવસોમાં ઓક્સિજનની ભારે અછત વર્તાય તેવી શક્યતા છે. આ અછતને પહોંચી વળવા માટે સરકારે આ પગલું ભર્યું છે.
આ સંદર્ભે નો આદેશ મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી દીધો છે. સરકારનો આ કાયદો 30-6-2021 સુધી લાગુ રહેશે. એટલે કે આટલા સમય સુધી બજારમાં ઓક્સિજન આસાનીથી નહીં મળી શકે. જ્યારે કે હોસ્પિટલને તેનો પુરવઠો અવિરત રીતે મળતો રહેશે.