ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મહાવિકાસ આઘાડી સરકારના સંબંધ વણસ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીને લઈને CM ઉદ્ધવ ઠાકરેને લખેલા તેમના પત્રમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે.
પત્રમાં તેમણે લખ્યું છે કે, તમારા ધમકીભર્યા શબ્દો વાંચીને હું દુઃખી અને નિરાશ થયો છું. હું બંધારણનો રક્ષક છું.
મારે તમામ બંધારણીય બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો છે. તમે મારા પર દબાણ ન કરી શકો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સ્પીકરની ચૂંટણી પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું.
આ પછી મુખ્યમંત્રીએ રાજ્યપાલને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘તમને વિધાનસભાના કામકાજમાં દખલ કરવાનો અધિકાર નથી. બિનજરૂરી રીતે આ મામલામાં પડશો નહીં.’