News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલ રાજકીય સંકટ(Political crisis) વચ્ચે હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari) પણ એક્શનમાં આવી ગયા છે.
તેમણે હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ કોશ્યારીએ મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પાસેથી ત્રણ દિવસની ફાઈલોનો હિસાબ માંગ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ત્રણ દિવસમાં 160 સરકારી પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યા છે. આ દરખાસ્તો કરોડો રૂપિયાની છે.
હવે આ અંગે રાજ્યપાલે મહાવિકાસ આઘાડીની સરકાર(Mahavikas Aghadi) પાસે જવાબ માંગ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્ર સરકાર જે રીતે ઉતાવળા નિર્ણયો લઈ રહી છે તેની સામે પ્રવીણ દરેકરે રાજ્યપાલને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલમાં હવે આ ઠાકરેની થશે એન્ટ્રી- નેતાએ ટ્વીટ કરીને આપી હીંટ- જાણો વિગત