News Continuous Bureau | Mumbai
ગુજરાતી અને મારવાડીઓ અંગેની ટિપ્પણી પર મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજ્યપાલ(Governor) ભગતસિંહ કોશ્યારી(Bhagat SIngh Koshyari)એ માફી માંગી છે
રાજ્યપાલે જાહેર માફી માગતાં કહ્યું કે મુંબઈ(Mumbai)ના વિકાસમાં દેશના કેટલાંક સમાજના યોગદાન બિરદાવતા મારાથી કદાચ કેટલીક ભૂલ થઈ છે.
મહારાષ્ટ્ર જ નહીં, સમગ્ર ભારત વર્ષના વિકાસમાં બધાનું વિશેષ યોગદાન રહે છે.
લગભગ ત્રણ વર્ષથી મને રાજ્યની જનતા તરફથી અપાર પ્રેમ મળ્યો છે. મેં મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાનું ગૌરવ વધારવા પ્રયત્ન કર્યો છે. પરંતુ મારાથી ભાષણમાં ભૂલ થઈ છે.
મારી આ ભૂલથી મહારાષ્ટ્ર રાજ્યનું અપમાન થયું હશે એવું મને જરા પણ કલ્પના ન હતી.
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો ગુજરાતી અને રાજસ્થાનીને મુંબઈ અને થાણેમાંથી હટાવી દેવામાં આવે તો અહીં રૂપિયા નહીં બચે
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે એ જ ભૂલ રીપીટ કરી જેને કારણે શિવસેના તૂટી- શિંદે સમર્થકોને બોલવાનો મોકો મળ્યો