મેઘાલયના રાજ્યપાલે ફરી મોદી સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું-મને કહેવામાં આવ્યું ચૂપ રહેશો તો…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ, 2022,  

સોમવાર,

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

સત્યપાલ મલિકે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે BJP સરકારે તેમને રાષ્ટ્રપતિ પદની લાલચ આપી અને કહ્યુ કે ચૂપ રહેશો તો રાષ્ટ્રપતિ બનાવાશે.

સાથે તેમણે કેન્દ્ર સરકાર પર કૃષિ કાયદાને નિરસ્ત કર્યા બાદ ખેડૂતોને આપેલા વચનને પૂરા ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે રાજ્યપાલ તરીકે મારો કાર્યકાળ આગામી છથી સાત મહિનામાં ખતમ થઈ જશે. તે બાદ હુ ઉત્તર ભારતના તમામ ખેડૂતોને એક કરવા માટે આઉટરીચ અભિયાન શરૂ કરીશ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ટાણે જ દેવેન્દ્ર ફડણવીસ પર ફેંકાયુ ચપ્પલ, પોલીસે લીધા આ પગલા.જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More