ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 સપ્ટેમ્બર 2020
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશયારીએ "કંગના રણૌત એપિસોડમાં સરકાર અને બીએમસી ના અયોગ્ય સંચાલન" વિશે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે, નારાજગી વ્યક્ત કરી છે. ખાસ કરીને શિવસેના સંચાલિત બીએમસી દ્વારા અભિનેત્રીના બાંદ્રાના બંગલામાં તોડફોડ કરવામાં વિભાગે જે ઉતાવળ બતાવી છે તે બાબતે જવાબ માંગ્યો છે. અનુમાન છે કે કોશયારી મહારાષ્ટ્રના વિવાદ અંગે કેન્દ્રમાં રિપોર્ટ રજૂ કરી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે કંગનાને 24 કલાકની નોટિસ આપ્યાનો સમય પૂરો થાય તે પહેલાં જ તેનું બાંધકામ આડેધડ તોડી પાડવામાં આવ્યું હતું. એ પણ ત્યારે જ્યારે કંગના મહારાષ્ટ્રમાંથી બહાર હતી..
અહેવાલો અનુસાર, કોશયારીએ રણૌતનાં નિવેદનો અને બંગલા તોડી પાડવાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અજોય મહેતાને બોલાવ્યા છે. રાજ્ય સરકાર વિરુદ્ધ નિવેદનો બહાર પાડ્યાના એક જ દિવસ બાદ કંગનાની ઓફીસ તોડી પાડવામાં આવી હતી. તે અંગેનો લેખિતમાં ખુલાસો માંગ્યો છે. નોંધનીય વાત એ છે કે કોશયારી અને ઠાકરેએ વર્ષ 2019 માં અનુક્રમે મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.