ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
ભારત સરકારે ગુજરાતમાં કોરોનાની રસી બનાવવાની મંજૂરી આપી દીધી છે.
દેશની પ્રખ્યાત કંપની ભારત બાયોટેકની કોરોના વિરોધની રસી કોવેક્સિનનું મેન્યુફેક્ચરીંગ અંકલેશ્વરમાં બનશે.
આ બાબતની જાણકારી કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ દ્વારા આપી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે પરતું હજું પણ ભારતમાં કોરોના કેસના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે એટલું જ નહીં હજુ પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો જોવા મળી રહ્યો છે.
