Site icon

ગોરેગાંવમાં સરકાર 30 લાખની કિંમતના 15,000 ફ્લેટ બનાવશે.. જાણો કોના માટે બની રહયાં છે આ ઘર…..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

28 જુલાઈ 2020

 આજે મુંબઇમાં પોસાય તેવા ઘરની કિંમત ઓછામાં ઓછી 1 કરોડ રૂપિયા છે. એવા સમયે 30 લાખ રૂપિયામાં ગોરેગાંવમાં એક ફ્લેટની કલ્પના અવાસ્તવિક લાગે છે પરંતુ આ હકીકત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અંતર્ગત શહેરમાં પહેલીવાર સસ્તું પરવડે તેવી આવાસ યોજના મહારાષ્ટ્ર સરકાર બનાવવાની યોજના બનાવી છે. 

હાઉસિંગ મંત્રી જિતેન્દ્ર આવહાડે કહ્યું કે, 'આ યોજનાનું ભૂમિપૂજન ઓક્ટોબર / નવેમ્બરમાં યોજવામાં આવશે.  કેન્દ્ર દ્વારા ઓગસ્ટની આગામી બેઠકમાં આ યોજના માટે મંજૂરી આપશે. આ પ્લોટ ખાનગી માલિકીનો છે અને તે ઇકો સેન્સિટિવ ઝોનમાં છે. જો કે, છેલ્લી મીટિંગમાં બધી વિગતો ઉપલબ્ધ ન હોવાથી, તે મુલતવી રાખવામાં આવી હતી.” એમ પણ તેમણે કહ્યું.

નોડલ ઓફિસર ના જણાવ્યાં મુજબ આ યોજનામાં જે ઘર બનશે તે સંપૂર્ણ રીતે આર્થિક રીતે નબળા વર્ગ માટે છે, તેનો ક્ષેત્રફળ 300 ચોરસ ફૂટ હશે. ડેવલપરને ગ્રીન ઝોનમાં ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ 2.5 ની મંજૂરી આપવામાં આવશે. 15,000 ઇડબ્લ્યુએસ એકમો પ્રોજેક્ટના 50 % સમાવેશ કરાશે, જ્યારે બાકીની રકમ ખુલ્લા બજારમાં વેચાણ કરી ઉભી કરાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, 50 : 50 નો રેશિયો ધરાવતા જાહેર-ખાનગી ભાગીદારી હોય તેને મંજૂરી આપવામાં આવે છે, જ્યાં જમીન ઘણીવાર ખાનગી હોય છે. જો કે, જમીન 10 એકરથી વધુ હોવી આવશ્યક છે. અહીં ખાનગી ડેવલપર્સ કોઈપણ સ્થાનિક સત્તા સાથે ભાગીદારી કરી શકે છે. મુંબઈના કિસ્સામાં, તે બીએમસી, એમએમઆરડીએ, એસઆરએ અથવા તો મ્હાડા હોઈ શકે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version