ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓગસ્ટ 2020
બજારમાં શાક લેવા જાવ ને લાલ કલરના ભીંડા વેચાતાં જોવા મળે તો નવાઈ નહીં પામતાં. પરંતુ ગર્વ લેજો કારણકે આ લાલ ભીંડાની જાત આપડા કૃષિ વૈજ્ઞાનિકોએ વિકસાવી છે. મહારાષ્ટ્રનાં દાપોલીમાં આવેલી 'ડો. બાળાસાહેબ સાવંત કોંકણ કૃષિ યુનિવર્સિટી'ના પ્રયત્નોને લીધે 'રત્નાગીરી 4 ભાત' અને 'લાલ ભીંડી' જાતોની નોંધણીને મંજૂરી આપવામાં આવી છે.
'પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઓથોરિટી, નવી દિલ્હી' દ્વારા વિકસિત બે પ્રકારની જાતોની 'વનસ્પતિની અને ખેડૂત અધિકાર અધિનિયમ 2001' હેઠળ રક્ષણ આપવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ પાક સંવર્ધન વૈજ્ઞાનિકો તેમજ ખેડૂતોને પાકની વિવિધ જાતો વિકસાવવા અને નવી જાતો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમજ આ કાયદા દ્વારા નવી શોધને માન્યતા આપવામાં આવે છે.
વાત કરીએ 'રત્નાગીરી 4' એ ડાંગરનો નવો દાણો છે. જે લાંબા, પાતળા અને અર્ધ- આકારનો હોય છે. જેનો પાક 125 થી 130 દિવસમાં આવે છે. આ બંનેની શોધ દાપોલીના ખેડૂતએ કરી છે અને યુનિવર્સિટી દ્વારા વિકસિત જાતોને બચાવવાના પ્રયાસો થયાં છે.
લાલ ભીંડા અને ડાંગરની નવી જાત વિકસિત કરનાર ખેડૂત નું કહેવું છે કે, ખરીફ પાકની સીઝનમાં એટલે કે મે મહિનાના અંતિમ સપ્તાહમાં અને ઉનાળામાં જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં લાલ ભીંડાનું વાવેતર કરવું જોઈએ. આ વિવિધતા પ્રતિકૂળ તાપમાન સહન કરી શકે છે. ટોચનો સમયગાળો 120 થી 130 દિવસનો છે અને લણણી શરૂ કરવામાં 40-50 દિવસ લાગે છે. 7 થી 8 ઇંચ લાંબા ભીંડા લાલ રંગના હોય છે અને એક ઝાડ દીઠ દોઢ કિલો જેટલો પાક ઉતારે છે. જમ્મુ-કાશ્મીરનું હવામાન માફક ન હોવાથી ત્યાં આ ઊગી શકે નહીં. એ સિવાય દેશના કોઈ પણ ભાગમાં આની ખેતી કરી શકાય છે. લાલ ભીંડાની માંગ માર્કેટમાં વધી રહી છે, કારણ કે તે રાંધ્યા પછી પોષક તત્વો જાળવી રાખે છે અને શાક ચીકણું પણ થતું નથી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com