ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
પંજાબ સ્થિત પઠાણકોટમાં ગ્રેનેડ બ્લાસ્ટની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અહીં આર્મી કેમ્પમાં ત્રિવેણી ગેટ પાસે ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે.
માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો, અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે.
વિસ્ફોટ બાદ પઠાણકોટ અને પંજાબના તમામ પોલીસ બ્લોકને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે.
સાથે જ પઠાણકોટ એરફોર્સ સ્ટેશન અને અન્ય આર્મી કેન્ટ વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મોટરસાઇકલ પસાર થઈ, તે જ સમયે બ્લાસ્ટ થયો હતો.
જોકે સદનસીબે આ વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ નથી.
મુંબઈ જળ સંકટ: શહેરના આ વિસ્તારમાં આજે પણ પાણી પુરવઠો નહીં મળે, આ છે કારણ; જાણો વિગત
