ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
રાજકોટ
08 ઓગસ્ટ 2020
ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોમાં ગૃહિણીઓના ઘરનું બજેટ ખોવાઈ જતું હોય છે. પરંતુ, આ વર્ષે સીંગતેલના ડબ્બા એ 30 રૂપિયા થી 50 રૂપિયા સુધીનો ઘટાડો થતાં તેલના ભાવો નીચે ઉતર્યા છે. એક અનુમાન મુજબ કોરોના ના કારણે સાર્વજનિક ઉજવણીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને કારણે હંમેશા ઓગસ્ટ મહિનામાં વાર-તહેવારે તેલના ભાવો વધતા જોવા મળતા હતા. જે આ વર્ષે નથી થયું. બીજી બાજુ નાફેડ પણ અત્યાર સુધી રાહત ભાવે મગફળી બજારમાં ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આથી હાલ માર્કેટમાં મગફળીનો પૂરતો જથ્થો હોવાથી પણ સિંગતેલના ભાવ ઘટયા હોવાનું કહેવાઈ રહ્યું છે..
આમ રાજકોટ ખાતે 15 કિલો સીંગ તેલના ડબ્બાનો ભાવ 2120 થી 2160 ની વચ્ચે બોલાઈ રહ્યા છે વેપારીઓના મતે બજારમાં 40 થી 50 ટકા મંદીનો માહોલ છે. તહેવારો નજીક હોવા છતાં તેની માંગ ન નીકળતા, તેલ કંપનીઓએ ભાવ ઘટાડવા મજબૂર થવું પડ્યું છે એમ કહી શકાય…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com