News Continuous Bureau | Mumbai
GSEB SSC Result 2025: આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના અનુસૂચિત જાતિ ક્લ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળાનું ૯૬.૦૩ ટકા તથા વિકસતી જાતિ ક્લ્યાણ હસ્તકની શાળાનું ૯૯.૩૬ ટકા પરિણામ આવ્યું છે.
આદર્શ નિવાસી શાળાના વિધાર્થીઓને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યની અનુસૂચિત જાતિ હસ્તકની ૨૪ આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતાં ૫૮૦ વિદ્યાર્થીઓમાંથી ૫૫૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં ડીસ્ટીકશન સાથે ૨૬૬ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. આ ઉપરાંત ૧૭૯ વિદ્યાર્થીઓએ ફર્સ્ટ કલાસ તેમજ ૮૫ વિદ્યાર્થીઓએ સેકન્ડ ક્લાસ પ્રાપ્ત કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Obesity-Free Gujarat: ગુજરાત સરકારનું મેદસ્વિતા વિરુદ્ધ અભિયાન,દૈનિક આહારને સંતુલિત બનાવો, ભોજનમાં કઠોળ અને શ્રીઅન્નને અપનાવો
રાજ્યની વિકસતી જાતિ ક્લ્યાણ હસ્તકની કુલ ૩૩ આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા ૧૨૫૦ વિદ્યાર્થીઓમાંથી ૧૨૪૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં, ડીસ્ટીકશન સાથે ૭૭૪ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. તેમજ ૩૩૭ વિદ્યાર્થીઓ ફર્સ્ટ કલાસ તેમજ ૧૨૫ વિદ્યાર્થીઓ સેકન્ડ ક્લાસ સાથે ઉત્તીર્ણ થયા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.