News Continuous Bureau | Mumbai
GSRTC Diwali : દિવાળીના તહેવારો ધ્યાને લઈને ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા તા.૨૯ ઓક્ટોબરથી ૦૪ નવેમ્બર ૨૦૨૪ સુધી ગુજરાતમાં કુલ ૬,૬૧૭ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેમાં એક સપ્તાહમાં ૭ લાખથી વધુ ટિકિટો બુક કરીને રૂ. ૧૬ કરોડથી વધુની આવક એસ.ટી નિગમે કરી હતી આ ઉપરાંત ૪ નવેમ્બરના રોજ મુસાફરો દ્વારા એક દિવસમાં ૧.૪૧ લાખથી વધુ સીટોનું તેમજ રૂ.૩.૧૫ કરોડનું બુકિંગ કરીને અત્યાર સુધીના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ સ્થાપ્યો હતો, સાથોસાથ સુરત ખાતેથી સૌથી વધુ ૧,૩૫૯ એક્સ્ટ્રા ટ્રીપોનું ( ST Buses ) આયોજન કરી નિગમે ૮૬,૫૯૯ જેટલા મુસાફરોને સમયબદ્ધ પોતાના વતન પહોચાડી કુલ રૂ.૨.૫૭ કરોડની આવક કરી હતી, એમ માર્ગ પરિવહન વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દિવાળીનો તહેવાર નાગરીકો પોતાના વતનમાં જઈને જ ઉજવે છે તેવી એક પરંપરા રહી છે. આ
તહેવારોને ધ્યાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં મુસાફરોને યોગ્ય –પુરતી સુવિધા આપવા એસ.ટી નિગમ ( Gujarat ST Nigam ) નિરંતર પ્રયાસ કરી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Jammu Kashmir Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં અનુચ્છેદ 370 પર હંગામો, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી, ઝપાઝપી; જુઓ વિડીયો
ગુજરાતના નાગરીકોએ પોતાના માદરે વતન સહીત વિવિધ સ્થળોએ જવા માટે એસ.ટીની ( GSRTC ) સલામત સવારી અપનાવે છે, જેના ભાગરૂપે તા.૨૯ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ગુજરાત માર્ગ અને પરિવહન વિભાગે ( Gujarat Transport Department ) ૮૫,૪૩૭ ટિકિટો બુક કરીને રૂ.૨.૦૦ કરોડથી વધુની આવક મેળવી છે, તા.૩૦ ઓક્ટોબરના રોજ ૮૩,૪૨૬ સીટો દ્વારા રૂ.૧.૯૬ કરોડથી વધુ, તા.૩૧ ઓક્ટોબરના રોજ ૮૨,૧૯૦ સીટો દ્વારા ૧.૯૨ કરોડથી વધુ, તા.૧ નવેમ્બર ૨૦૨૪ના રોજ ૯૪,૦૧૮ સીટો દ્વારા રૂ. ૨.૧૬ કરોડથી વધુની આવક, તા.૨ નવેમ્બરના રોજ ૧,૦૨,૩૧૪ સીટો દ્વારા રૂ.૨.૨૭ કરોડ, ૩ નવેમ્બરના રોજ ૧,૨૮,૮૪૧ સીટો દ્વારા રૂ.૨.૮૪ કરોડથી વધુ તેમજ સૌથી વધુ ૪ નવેમ્બરે ૧,૪૧,૪૬૮ સીટોના બુકિંગ સાથે નિગમે રૂ.૩.૧૫ કરોડથી વધુની આવક મેળવી છે, એમ ગુજરાત માર્ગ અને પરિવહન વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.