Site icon

એક તરફ ખાટલા નથી ત્યારે બીજી તરફ બસમાં તૈયાર કરવામાં આવેલી મોબાઈલ હોસ્પિટલ ધુળ ખાય છે…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ 26 એપ્રિલ 2021.
સોમવાર .
         દેશમાં ચારે તરફ જ્યાં કોરોનાને લઇ હાહાકાર મચ્યો છે, તેવામાં ઉપલબ્ધ સંસાધનનો જો  યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કોરોનાના કપરા સમયમાં સગવડતાની અછતને દૂર કરી શકાય છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાત વાહન વ્યવહાર વિભાગે તૈયાર કરેલ હરતું ફરતું દવાખાનું છે. પરંતુ હોંશભેર તૈયાર કરેલી ST બસની મોબાઇલ હોસ્પિટલ ધૂળ ખાય છે.


      ગત વર્ષે લોકડાઉન દરમિયાન અમદાવાદ સ્થિત એસ.ટી નિગમના નરોડા વર્કશોપમાં 14 મિકેનિક્સે મળીને હરતી ફરતી મેડિકલ વાન તૈયાર કરી હતી. મેડિકલ વાન તૈયાર થયા બાદ જાણકારોની સલાહ-સૂચના મુજબ કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા હતા અને તેને બહેતર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ રાજ્યમાં પાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સમય આવ્યો, જેથી આચારસંહિતના લીધે નિગમના અધિકારીઓ રાજ્ય સરકાર સમક્ષ તેનું પ્રેઝન્ટેશન ન કરી શક્યાં. જોકે હવે આજના સમયમાં રાજ્યને આ પ્રકારના માળખાની તાતી જરૂરિયાત છે, ત્યારે જ તે ધૂળ ખાઈ રહી છે. નિગમની આ મલ્ટિપર્પઝ મેડિકલ વાનમાં 3 બેડ ઉભા કરવામાં આવ્યા છે. સ્થળ પર જ પેશન્ટની તબીબી ચકાસણી, નિદાન અને સારવાર કરી શકે છે. બસમાં ઓક્સિજન બોટલની પણ  વ્યવસ્થા કરવામાં આવી છે. બસમાં પંખાની સાથે એ.સીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ ડોકટર, દર્દી અને ડ્રાઇવર માટે ત્રણેય અલગ પ્રવેશ માટેની વ્યવસ્થા છે. દર્દી અને ડોકટર સીધા સંપર્કમાં ન આવે. એ માટે ડોકટર અને દર્દી વચ્ચે પાર્ટિશન છે, ઉપરાંત બે બેડ વચ્ચે પણ પાર્ટિશન છે. ત્યારે આ મેડિકલ મોબાઇલ વેનમાં પ્રાથમિક સ્તરે કોરોના દર્દીની સારવાર થઈ શકે છે.

Join Our WhatsApp Community

રાજ્યના આરોગ્ય કમિશનરનો આદેશ: બોન્ડેડ તબીબો હાજર થાવ નહીં તો એપેડેમિક એક્ટ હેઠળ હાથ ધરાશે કાર્યવાહી
    ઉલ્લેખનીય છે કે,  મોબાઈલ મેડિકલ  બસ નિગમના કર્મચારીઓના મેડિકલ કેમ્પ માટે તૈયાર કરવામાં આવી હતી. સરકાર તરફથી કોવિડ માટે બસ તૈયાર કરવા માટે કોઇ સૂચના પણ નથી મળી. પરંતુ હાલની સ્થિતીને જોતા આ બસ કામ લાગી શકે છે, જેથી જો સરકારની સૂચના મળે તો નિગમ બસ તૈયાર કરવા સમક્ષ છે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version