Site icon

દેશમાં પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટી તૈયાર કરશે સાયબર ક્રાઈમ નિષ્ણાતોની ટીમ.. કોર્સ કરવો છે તો વાંચો નીચેની વિગતો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

22 ઓક્ટોબર 2020

સાયબર ક્રાઈમ દિવસેને દિવસે  રાજ્ય અને દેશભરમાં વધી રહ્યા છે. આવા સમયે પોલીસ દ્વારા ખાસ સાયબર કેસોને ઉકેલવા માટે "ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ના" એક્સપર્ટની સમયાંતરે મદદ લેવાતી હોય છે. એવામાં વધતા કેસો અને નિષ્ણાતોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી  GTU દ્વારા એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે ''પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન ડેટા સાયન્સ'' નામનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. નવો શરુ થનાર ડેટા સાયન્સનો કોર્સ એક વર્ષનો હશે, હાલની સ્થિતિ અને જરૂરીયાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પ્રથમવાર કોઈ યુનીવર્સીટી દ્વારા આ પ્રકારનો કોર્સ શરુ કરાઈ રહ્યો છે.

આ કોર્ષની 1 સેમેસ્ટરની ફી 12,500 રૂપિયા નક્કી કરાઈ છે. આ કોર્ષ માટે હાલ 30 બેઠકો ફાળવવામાં આવશે, જેના માટે 400 જેટલી અરજીઓ અત્યાર સુધીમાં GTUને મળી ચુકી છે. હવે વિદ્યાર્થીઓના મેરીટ મુજબ તેમને શોર્ટલિસ્ટ કરી પ્રવેશ આપવામાં આવશે. હાલ કોરોના મહામારીને જોતા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે અને જરૂરી પ્રેક્ટિકલ GTU દ્વારા કરાવવામાં આવશે. વધતા સાયબરના કેસો અને સમયાંતરે તજજ્ઞો જરૂરીયાતને ધ્યાનમાં રાખીને બજારની ડિમાન્ડને પહોંચી રહીએ તેને ધ્યાનમાં રાખીને ડેટા સિક્યોરીટીનો કોર્ષ મહત્વપૂર્ણ સાબિત થશે..

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version