મુંબઈ
ન્યુઝ કંટીન્યૂઝ
પહેલી ઓક્ટોબરથી મહારાષ્ટ્ર રાજ્યમાં અનલોક – ૫ ના નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકારે નવી ગાઇડલાઇન ની જાહેરાત કરી છે.ગાઈડ લાઈન મુજબ અનેક પ્રકારના એકમોને ખુલ્લા રહેવાની પરવાનગી આપી છે જ્યારે કે અનેક જગ્યાઓ હજી બંધ રહેશે.
રાજ્ય સરકારના નવા ઓર્ડર મુજબ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંકુલો, સિનેમા હોલ, ક્લબ, ધાર્મિક સ્થળો તેમજ એ તમામ જગ્યાઓ જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ શકે છે તે તમામ બંધ રહેશે. મેટ્રો ટ્રેન ને પણ ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી નથી.
પરંતુ, મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં રહેલા તમામ ઔધોગિક તેમજ વેપારી સંસ્થાનો ને પૂરી રીતે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ અને બાર ને 50 ટકા હાજરી સાથે ખોલવાની પરવાનગી આપી છે.
આ ઉપરાંત રાજ્ય સરકારે એવા નિર્દેશ જાહેર કર્યા છે કે લોકલ ટ્રેનમાં ડબાવાળાઓ સફર કરી શકશે સાથે જ લોકલ ટ્રેન ની સંખ્યા પણ વધારવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્રની અંદર ચાલનારી તમામ ટ્રેનો પહેલાની જેમ ચાલવા માંડશે.
સરકારે એક વાત સ્પષ્ટ કરી છે કે દૂષિત વિસ્તારમાં તમામ પ્રકારની ગતિવિધિઓ ને બંધ કરવામાં આવશે. મોઢા ઉપર માસ્ક પહેરવું તેમજ લોકોથી સુરક્ષિત અંતર રાખવું આ ઉપરાંત વૈદકીય ચિકિત્સા ઓ પહેલાની જેમ ચાલુ રાખવી એવું વધુ એક વખત કહેવામાં આવ્યું છે.
આ મુંબઈ શહેરવાસીઓને કોઇ ખાસ લાભ થયો નથી. ૩૧મી ઓકટોબર સુધી નવી ગાઇડલાઇન લાગુ રહેશે.
