Site icon

Gujarat APMC : ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫’ની ઉજવણી, રાજ્યની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત-કાર્યક્ષમ બનાવવા માટે ઝોનવાઇઝ સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન

Gujarat APMC : રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત અને કાર્યક્ષમ બનાવવા માટે ઝોનવાઇઝ સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat CM Big Decision :Gujarat CM grants in-principle approval for works worth Rs 1202.75 crore for holistic development of cities

Gujarat CM Big Decision :Gujarat CM grants in-principle approval for works worth Rs 1202.75 crore for holistic development of cities

News Continuous Bureau | Mumbai

Gujarat APMC :

Join Our WhatsApp Community

 ભારતમાં સહકારી ક્રાંતિના જન્મ સ્થળની ઓળખ ધરાવતા ગુજરાતમાં કુલ ૨૨૪ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ-APMC કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ઉત્તર ઝોનના ૬ જિલ્લા, મધ્ય ઝોનના ૧૦, દક્ષિણ ઝોનના ૫ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ૧૨ જિલ્લામાં eNAM અને AGMARK જેવા વિષયો પર સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં કુલ ૧૪૪ જેટલા માર્કેટિંગ કમિટીના સચિવો સહિત સહકારી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ગત તા. ૧૯ જૂન, ૨૦૨૪ના રોજ વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની પ્રેરણાથી આ વર્ષે દેશભરમાં “કો-ઓપરેટિવ્ઝ બિલ્ડ અ બેટર વર્લ્ડ”ની થીમ સાથે ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ ઉજવાઈ રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ APMCને ટેકનોલોજી થકી વધુ સશક્ત અને કાર્યક્ષમ બનાવવા માટે ઝોનવાઇઝ સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Surat Smart Bus Station : સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

દેશના લાખો ખેડૂતો, પશુપાલકો, માછીમારો, સહકારી મંડળીઓ તેમજ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. રાજ્યની તમામ APMCમાં ૧૦૦ ટકા ડિજિટલાઇજેશન માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ઝોનવાઇઝ APMC અમદાવાદ, ઊંઝા, રાજકોટ અને સુરત ખાતે સમીક્ષા-પ્રશિક્ષણ કાર્યક્રમમાં ‘નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ’-eNAMના અમલની સમીક્ષા, બજાર ભાવ પારદર્શિતા માટે ‘એગ્રીકલ્ચર માર્કેટિંગ’-AGMARK ડેટા એન્ટ્રીનું મહત્વ, કૃષિ વેપારમાં ડિજિટલ વ્યવહાર માટે પ્રોત્સાહન, e-APMC પોર્ટલના વિકાસ વિશે ચર્ચા, Gate Entry, e-Trade અને e-Payment, ખેડૂત અને માર્કેટ ભાગીદારો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન જેવા વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version