Site icon

Gujarat Assembly election : સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં પાકિસ્તાનની મહિલાએ પરીવાર સાથે કર્યું પ્રથમ વખત મતદાન

મતદારોના વિવિધ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં પાકિસ્તાની મૂળની મહિલાએ પોતાનો પ્રથમ વખત મત આપ્યો છે.

Gujarat assembly election A woman of Pakistani origin has voted in Junagadh

સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં પાકિસ્તાનની મહિલાએ પરીવાર સાથે કર્યું પ્રથમ વખત મતદાન

News Continuous Bureau | Mumbai

Gujarat Assembly election : સૌરાષ્ટ્રમાં જુનાગઢ (Junagadh) ખાતે મૂળ પાકિસ્તાનની (Pakistani) મહિલા (Woman) એ પરીવાર સાથે મતદાન કર્યું હતું. જેઓ 4 વર્ષથી અહીં રહી રહ્યા છે. હેમાબેન આહુજા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. પ્રથમ તબક્કાના મતદાનને લઈને આજે સવારથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં 19 જિલ્લાઓમાં મતદાન થયું હતું.

Join Our WhatsApp Community

4 વર્ષથી તેઓ ગુજરાતમાં સ્થાયી

જૂનાગઢમાં પાકિસ્તાની મૂળની મહિલા કે જેઓ હવે ભારતના નાગરીક છે તેમને પોતાનો કિંમતી મત આપ્યો હતો. 4 વર્ષથી તેઓ ગુજરાતમાં સ્થાયી છે. મતદાન મથકો પર લોકશાહીના દિવસે કોઈ વરરાજા લગ્ન મંડપથી અહીં પહોંચી રહ્યા છે તો કોઈ શતાયુ ઉંમરના વડીલો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. મતદારોના વિવિધ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં પાકિસ્તાની મૂળની મહિલાએ પોતાનો મત આપ્યો છે.  

આ સમાચાર પણ વાંચો:  BMC Election : મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુનર્રચના ફરી એકવાર અટકી. બોમ્બે હાઇકોર્ટમાં શિવસેના ની અરજી પર આ થયું….

પીએમ મોદી વિશે કહી આ વાત

જૂનાગઢમાં પાકિસ્તાની મૂળની મહિલા હેમાબેન મૂળ પાકિસ્તાનના મીરપુરખાસના છે. તેઓ ચાર વર્ષ પહેલા લગ્ન કરીને ગુજરાત શિફ્ટ થયા હતા. તેમણે ચાર વર્ષ બાદ ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ પ્રથમ વખત મતદાન કર્યું છે. તેઓએ સામાજિક રીતે લગ્ન કર્યા. આ સાથે હેમાબેને જણાવ્યું કે PM મોદી સાહેબે નિયમો બનાવ્યા અને સામાન્ય પ્રક્રિયા બાદ તે અંતર્ગત નાગરિકતા મળી રહી છે આ નાગરિકતા મેળવ્યા બાદ આજે મતદાન કર્યું હતું. તેમણે પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો. તેમણે દરેકને મતદાન કરવા અપીલ કરી હતી.

ખાસ કરીને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનના હિંદુ નાગરીકોને નાગરીકતા કેટલાક નિયમો હેઠળ આપવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પ્રમાણે આ નાગરીકતો મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આજે તેમાં કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો માટે ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે. આ ચૂંટણીઓની મતગણતરીના પરિણામો તારીખ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો:  Mumbai: BMC મલાડના 2 તળાવો માટે રૂ. 6 કરોડના ખર્ચે સાફ સફાઈ કરાવાશે, અન્ય 16 તળાવોની પણ સફાઈ કરવામાં આવષે.

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version