Site icon

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કેજરીવાલને પડ્યો ફટકો, AAP ઉમેદવારે કરી BJP ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત

 News Continuous Bureau | Mumbai

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) 2022માં મોટા-મોટા દાવા કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP) ને એક મોટો ફટકો પડ્યો છે. કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠક પરથી AAPના ઉમેદવારે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party) ના ઉમેદવારને સમર્થન જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. AAPએ અબડાસાથી વસંત વાલજીભાઈ ખેતાણીને ટિકિટ આપી હતી, પરંતુ તેમણે રવિવારે પાર્ટીમાંથી રાજીનામું (resign) આપી દીધું હતું. આ પછી તેમણે અબડાસાના મતદારોને ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને મત આપીને જીતાડવાની અપીલ કરી હતી. જણાવી દઈએ કે ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના ઘણા ઉમેદવારો ભાજપમાં જોડાયા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારો મતદાન પહેલા જ પક્ષ બદલી રહ્યા છે.

Join Our WhatsApp Community

AAPના સીએમ પદના ચહેરાને લઈને પાર્ટીમાં કલેશ?

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માં બધુ બરાબર નથી ચાલી રહ્યું, ત્યારે આ વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) માં પાર્ટીને તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. વાસ્તવમાં, પાર્ટીના કેટલાક નેતાઓને AAPના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીને જાહેર કરવાનું યોગ્ય નથી લાગતું. સૂત્રોનું માનીએ તો ઘણા નેતાઓ ઇસુદાન ગઢવીથી ભારે નારાજ છે. તેમાંથી જ એક છે વસંત ખેતાણી, જેમણે હવે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એવામાં અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે તૈયાર કરેલી રણનીતિ ચોક્કસપણે બગડશે.

આ સમાચાર પણ વાંચો:   આર્ટિફિશયલ ઈંટેલિજન્સ નો કમાલ! હવે મનુષ્ય પ્રાણીઓ સાથે પણ વાત કરી શકશે

AAPના ઘણા ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી 

AAPમાં બળવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પણ ઉમેદવારી પાછી ખેંચી હતી. જેને કારણે સુરત પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવાનો આમ આદમી પાર્ટીનો દાવો ઠપ થઈ ગયો હતો. દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયા આ મામલે ચૂંટણી પંચની ઓફિસ બહાર ધરણા પર બેઠા હતા. હવે વસંત ખેતાણીના કારણે અબડાસા વિધાનસભા બેઠક પરથી AAPની દાવેદારી પણ સમાપ્ત થઈ ગઈ છે.

જણાવી દઈએ કે ગુજરાતની 182 સભ્યોની વિધાનસભા માટે 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગઈ ચૂંટણીમાં કચ્છના અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.

આ સમાચાર પણ વાંચો:   ધર્મજ ક્રોપ ગાર્ડનો આઈપીઓ આજે ખૂલ્યો છે. શું તમારે સબ્સ્ક્રાઇબ કરવું જોઈએ? જાણો તમામ વિગત અહીં

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version