News Continuous Bureau | Mumbai
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થશે.
મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ આજે ઇલેક્શન કમિશન દિલ્હીમાં બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈવાસીઓ ધ્યાન આપો. સવાર સવારમાં વાકોલાના આ બ્રિજ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક વ્યવહાર પડ્યો ધીમો..
દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થઈ શકે છે. સંભવતઃ 2 ડિસેમ્બરે પ્રથમ તબક્કા માટે અને 5 કે 6 ડિસેમ્બરે બીજા તબક્કા માટે મતદાન થઈ શકે છે. હિમાચલ પ્રદેશ સાથે જ 8 ડિસેમ્બરે મત ગણતરી થઈ શકે છે.