News Continuous Bureau | Mumbai
Gujarat Assembly election: ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ મતદાન (Voting) બદલ ગુજરાતના 19 જિલ્લાઓના મતદારો (Voters) નો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, વહેલી સવારથી જ નાગરિકોએ આનંદ અને ઉત્સાહથી મતદાનનો આરંભ કર્યો હતો. વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને લોકોએ આનંદ અને ઉલ્લાસપૂર્વક લોકશાહીના આ અવસરની ઉજવણી કરી હતી.
પ્રથમ તબક્કાનું મતદાન આજે સાંજે 5:00 વાગે સંપન્ન થયું હતું.
» ૧૯ જિલ્લાની ૮૯ બેઠકનું મતદાન
» ૮૯ બેલેટ યુનિટ,૮૨ કંટ્રોલ યુનિટ રિપ્લેસ
» ૨૩૮ EVM રિપ્લેસ કરાયા
» EVM અંગેની કુલ ૧૮ ફરિયાદ મળી
» મુખ્ય નિર્વાચન અધિકારીને ૧૦૪ ફરિયાદ
» c-VIGIL એપથી ૨૨૧ ફરિયાદો મળી
-
૩ ગામમાં મતદાન બહિષ્કાર
» જામનગરનું ધ્રાફા ગામ
» નર્મદાનું સામોટ ગામ
» ભરૂચનું કેસર ગામ
આ સમાચાર પણ વાંચો: મુંબઈવાસીઓ શુક્રવારના દિવસે સડક માર્ગે બહાર નીકળતા પહેલા વિચારી લેજો. શહેરમાં VIP મુવમેન્ટ હોવાથી આટલા રસ્તાઓ પર ભારે ટ્રાફિક રહેશે.
-
ECના કુલ ૩૩ એલર્ટ મળ્યા
» EVM અંગે ૧૭ એલર્ટ
» ચૂંટણી બહિષ્કારના ૫ એલર્ટ
» ટોળાં અને હિંસાના ૨ એલર્ટ
» આચારસંહિતા ભંગના ૨ એલર્ટ
-
નિર્વાચન અધિકારીની કચેરીએ ફરિયાદ
» EVM અંગેની ૦૬ ફરિયાદ
» બોગસ વોટીંગની ૦૨ ફરિયાદ
» કાયદો-વ્યવસ્થાની ૩૦ ફરિયાદ
» આચરસંહિતા ભંગની ફરિયાદ
» અન્ય ૩૦ ફરિયાદો મળી હતી
» કુલ ૧૦૪ ફરિયાદો મળી હતી
મોડી રાત્રે જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 62 ટકા મતદાન થયું છે. તેમજ કયા જિલ્લા માં કેટલું મતદાન થયું છે તેનો ગ્રાફ અહીં જુઓ.