Site icon

ગુજરાતમાંથી ત્રણ નક્સલી ઝડપાયા, પથ્થરગડી ચળવળમાં સામેલ થવા લોકોને ફોસલાવતા હતા..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

સુરત

Join Our WhatsApp Community

25 જુલાઈ 2020

ઝારખંડના જુદા જુદા શહેરોમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ એવા ત્રણ નક્સલીઓને એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડે દક્ષિણ ગુજરાતના વ્યારામાંથી ઝડપી પાડયા છે. ગુજરાતમાં નક્સલવાદીઓ તેમના ષડયંત્રમાં આગળ વધે તે પહેલા જ તેમને પોલીસે પકડી પાડ્યાં છે. વ્યારામાંથી 2, અને મહિસાગરમાંથી 1 મહિલા પકડાયેલ છે, તેઓ ઝારખંડથી આવીને ચાર વર્ષથી ગુજરાતમાં સરકાર વિરોધી ચળવળ ચલાવી રહ્યાં હતા. લોકોની ઉશ્કેરણી કરીને ચળવળ ચલાવવા ફંડ ભેગુ કરતા હતા.

પકડાયેલા ત્રણેય નક્સલવાદી પથ્થરગડી ચળવળ સાથે સંકળાયેલા છે. આ શખ્સો સતિપતી સંપ્રદાયના અનુયાયીઓની ઉશ્કેરણી કરીને તેમને હિંસક બનાવે છે, જે તે સરકારો સામે ષડયંત્રો કરે છે, તેમની પાસેથી માઓવાદી પત્રિકાઓ સહિતની અન્ય ઉશ્કેરણીજનક સામગ્રી આવી મળી છે. સાથે જ ફોન અને લેપટોપ પણ જપ્ત કરાયા છે. ઝારખંડમાં પથ્થરગડીનો મતબલ મૃત આદિવાસીઓની સમાધિ પર પથ્થર મુકવાનો છે. અને હવે આ એક ચળવળ બની ગઇ છે. જેમાં ન્યાય-અધિકારોના નામે લોકોની ક્રૂર રીતે પથ્થરથી હત્યા કરી નાખવામાં આવે છે. આ ચળવળ સરકારો વિરૂદ્ધ હોય છે. પકડાયેલા  નક્સલીઓ લૂંટ, હત્યા અને બળાત્કાર જેવા 20 થી વધુ ગુનામાં સંડોવાયેલા છે. ઝડપાયેલા નક્સલીઓને અમદાવાદ લાવવામાં આવ્યાં છે અને તેમની અધિકારીઓ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. આશા છે કે આ પુછપરછ દરમ્યાન તેમના અન્ય સાથીઓ અને ષડયંત્રો મામલે નવા ખુલાસા થશે.

પથ્થરગડી ચળવળ, ઝારખંડના ખૂટી જિલ્લાના ઘણા ગામોમાં વર્ષ 2016 ના અંતમાં ખૂબ કાર્યરત બની હતી. ઐતિહાસિક રીતે, પથ્થરગડી શબ્દ કોઈ મૃત વ્યક્તિ ની સમાધિ પર પથ્થર મૂકવાના આદિવાસી રીવાજમાંથી આવ્યો છે. આ પ્રથાને ધ્યાનમાં રાખીને ઝારખંડમાં આદિવાસી સમુદાયો મોટા પત્થરો પર સંદેશા પ્રદર્શિત કરે છે – જેને સ્થાનિક રીતે પથ્થગડી તરીકે ઓળખવામાં આવે છે. જો કે, તેઓ તેમના ઉદ્દેશો માટે હિંસક અને ગેરકાયદેસર રીતે આ પ્રથાનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ઝારખંડમાં હિંસાની વિવિધ ઘટનાઓ બની છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WUtCTO  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Exit mobile version