News Continuous Bureau | Mumbai
ગુજરાત(Gujarat માં હાલ ડ્રગ્સ(drugsનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
દરમિયાન રાજ્યમાં ડ્રગ્સ નેટવર્ક અંગે રાજકારણ મુદ્દે ગૃહરાજ્યમંત્રી(State home ministry હર્ષ સંઘવી(Harsh Sanghviએ મહત્વનું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે ગુજરાત પોલીસે(Gujarat Police એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. જેનાથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન જેવા દેશોને પણ ઝટકો લાગ્યો છે.
આ ડ્રગ્સ કોઈ સામેથી નથી મૂકી જતું, ગુજરાત પોલીસ સાહસ સાથે પકડે છે એટલે પકડાય છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાંજે ગુજરાત ATS-DRIની ટીમે પશ્ચિમ બંગાળમાં ઓપરેશન ગિયર બોક્સ પાર પાડીને દુબઇથી આવેલુ 200 કરોડનું હેરોઇન જપ્ત કર્યુ હતું.
આ સમાચાર પણ વાંચો : બાપ રે- મુંબઈના આ વિસ્તારમાં બહુમાળી બિલ્ડીંગ પર ત્રાટકી વીજળી- વિડીયો જોઇને બે ઘડી શ્વાસ થંભી જશે- જુઓ વિડીયો