Site icon

Gujarat BharatNet Project : ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ: રાજ્યમાં એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ

Gujarat BharatNet Project :ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા તેમજ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા એમેન્ડેડ ભારતનેટ કાર્યક્રમ (તબક્કો-૩)નો પ્રારંભ કરવામાં આવશે.

Gujarat BharatNet Project Centre, Gujarat govt join hands to bring high-speed internet to all villages under BharatNet programme

Gujarat BharatNet Project Centre, Gujarat govt join hands to bring high-speed internet to all villages under BharatNet programme

News Continuous Bureau | Mumbai

Gujarat BharatNet Project :

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી તેમજ ભારત સરકારના દૂરસંચાર વિભાગના સચિવ શ્રી નીરજ મિત્તલની પ્રેરક ઉપસ્થિતિમાં એમેન્ડેડ ભારતનેટ (ફેઝ-૩)ની અમલીકરણ કામગીરી માટે ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST), ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લી.(GFGNL), ભારત સરકારના ડિજિટલ ભારત નિધિ (DBN) તેમજ ભારત સંચાર નિગમ લી. (BSNL)ને મળી કુલ ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન કરવામાં આવ્યા હતા. જેમાં ભારત સરકાર વતી અધિક સચિવ અને ડિજિટલ ભારત નિધિના એડમિનિસ્ટ્રેટર શ્રી નીરજ વર્મા તેમજ ગુજરાત સરકાર વતી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા તેમજ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા એમેન્ડેડ ભારતનેટ કાર્યક્રમ (તબક્કો-૩)નો પ્રારંભ કરવામાં આવશે. ભારતનેટના ત્રીજા તબક્કા હેઠળ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પણ ૯૮ ટકાથી વધુ સર્વિસ અપટાઇમ સુનિશ્ચિત કરીને સમાન ડિજિટલ સુલભતા પ્રદાન કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે.

રાજ્ય આધારિત મોડેલમાં એમેન્ડેડ ભારતનેટ કાર્યક્રમ (ફેઝ-૩)ના અમલીકરણ માટે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MoC) પર હસ્તાક્ષર કરનાર ગુજરાત દેશના ૮ રાજ્યો પૈકીનું પ્રથમ રાજ્ય બન્યું છે. ઓક્ટોબર-૨૦૨૪માં દિલ્હી ખાતે આયોજિત ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારે ભારતનેટ ફેઝ-૩ના અમલીકરણ માટે MoC પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ ગત જાન્યુઆરી-૨૦૨૫માં ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-૩ માટે ગુજરાતને એક વખતના મૂડી ખર્ચ (CAPEX) અને ૧૦ વર્ષના નિભાવખર્ચ (OPEX) માટે કુલ રૂ. ૫,૬૩૧ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

આ સમાચાર પણ વાંચો :  Rail Fares Hike : યાત્રીઓને મોટો ઝટકો.. રેલવે આ તારીખથી ભાડું વધારવાની તૈયારીમાં, એસી-નોન એસી ટ્રેનની મુસાફરી મોંઘી થશે..

પ્રોજેક્ટ ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી બાદ આજે તા. ૨૪ જૂન,૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી તેમજ કેન્દ્રીય દૂરસંચાર સચિવ શ્રી નીરજ મિત્તલની ઉપસ્થિતિમાં એમેન્ડેડ ભારતનેટ (ફેઝ-૩)ની અમલીકરણ કામગીરી માટે ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય દૂરસંચાર સચિવ શ્રી નીરજ મિત્તલ સહિતના કેન્દ્રીય પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં હાઇસ્પીડ કનેક્ટિવિટીનો અનુભવ કરવા માટે કાર્યક્રમ પૂર્વે તેમણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર-ગાંધીનગર ખાતે ફાઈબર ટુ ધ હોમ (FTTH) એજ્યુકેશન એક્સપિરિયન્સ સેન્ટર તેમજ કાર્યક્રમ બાદ અમદાવાદની એણાસન પ્રાથમિક શાળા, વેહ્લાલ ગ્રામ પંચાયત, વેહ્લાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ટેલ્કો ગ્રેડ શેલ્ટર સહિતના ભારતનેટ-કનેક્ટેડ સ્થળોની મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય-આધારિત મોડલ હેઠળ ભારતનેટ ફેઝ-૨નો સફળતાપૂર્વક અમલ કર્યો છે. જે અંતર્ગત ૨૨ જિલ્લાની ૮,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતોને આવરી લઇ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સીમલેસ ડિજિટલ કનેક્ટિવિટી પૂરી પાડતી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગુજરાત આજે ૯૫ ટકાથી વધુ નેટવર્ક અપટાઇમ સાથે રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ છે. ભારતનેટ ફેઝ-૨ના સફળ અમલીકરણ અને ઉપયોગની દ્રષ્ટીએ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. એટલા માટે જ, ઓક્ટોબર-૨૦૨૪માં આયોજિત ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સંચાર મંત્રીશ્રીએ ભારતનેટ ફેઝ-૨ની કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યની પ્રસંશા કરી હતી.

ગુજરાત સરકારે ભારતનેટ પર અનેક ઈ-ગવર્નન્સ સેવાઓ શરૂ કરી છે, જેને “ડિજિટલ સેવા સેતુ (ઈ-ગ્રામ)” કાર્યક્રમ હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. ભારતનેટના માધ્યમથી હાલ રાજ્ય સરકારની ૩૨૧ જેટલી સેવાઓ ૧૪,૦૦૦થી વધુ ઈ-ગ્રામ કેન્દ્રો પર ઉપલબ્ધ છે. પરિણામે રાજ્યના ૧.૬ કરોડથી વધુ નાગરિકોએ ગ્રામ પંચાયત કનેક્ટિવિટી દ્વારા ડિજિટલ સેવા સેતુનો લાભ લીધો છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે ૭,૫૦૦થી વધુ શાળાઓ, ૭૬૫ આરોગ્ય કેન્દ્રો, ૩૭૭ પોલીસ ચોકીઓ અને GIDC, પ્રવાસન સ્થળો, કોન્ફરન્સ અને એક્ઝિબિશન સેન્ટરો જેવા ૫૦ આઇકોનિક સ્થળોને ભારતનેટ ફેઝ-૨ નેટવર્ક થકી જોડવામાં આવ્યા છે. આમ, રાજ્યમાં કુલ ૧૦,૦૦૦ જેટલી ગ્રામ્ય સંસ્થાઓમા હોરીઝોન્ટલ કનેક્ટિવિટી વિકસાવવામાં આવી છે, જ્યારે વધારાની ૫૦,૦૦૦ સંસ્થાઓમાં અમલીકરણ થઇ રહ્યું છે. વધુમાં, રાજ્યમાં ૨૯૦થી વધુ ટેલિકોમ ટાવરો ફાઇબરાઇઝ કરવામાં આવ્યા છે, જેના કારણે દૂર-દરાજના વિસ્તારોમાં પણ આજે મોબાઇલ કવરેજની સુવિધાઓ વધુ સુદ્રઢ બની છે.

આગામી સમયમાં ગુજરાતમાં અમલમાં આવનાર અમેન્ડેડ ભારતનેટ ફેઝ-૩ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની ૧૪,૨૮૭ ગ્રામ પંચાયતો અને ૩,૮૯૫ ગામોને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવામાં આવશે, જેમાં ૯૮ ટકાથી વધુ સર્વિસ અપટાઇમ રહેશે. જેના પરિણામે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ ગ્રામ્ય વિસ્તરમાં વસવાટ કરતા નાગરિકોના સામાજિક જીવનમાં સુધારો લાવશે. રાજ્ય સરકારના વિભાગો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ગ્રાહકો વગેરે માટે ઇલેક્ટ્રોનિક અને મૂલ્યવર્ધિત સેવાઓ દ્વારા સીધા જોડાઈ શકશે, જે વંચિત ગ્રામજનોનું જીવનધોરણ સુધારવામાં મદદરૂપ થશે.

ગુજરાતમાં અમેન્ડેડ ભારતનેટ ફેઝ-૩ પ્રોજેક્ટના અમલથી ગુજરાત મોડલની વિશિષ્ટતા વધુ ઉજાગર અને મક્કમ બનશે. આ પહેલ થકી ટેલિકોમ ગ્રેડ નેટવર્ક એક પગલું આગળ રહેશે, જે સરકારના સંકલિત કાર્ય માટે, ડિજિટલ વ્યવસાયો અને સમાવેશી સમુદાય માટે લાભદાયક રહેશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ફાઇબર ટુ ટાવર, ફાઇબર ટુ ફીલ્ડ ઓફિસ, ફાઇબર ટુ ફેમિલીઝ અને ફાઇબર ટુ ફાઇનાન્સિયલ એન્ટરપ્રાઇઝ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વ્યાપક ડિજિટલ કનેક્ટિવિટી વિકસાવાશે અને નવી રોજગારીની તકો ઊભી થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version