News Continuous Bureau | Mumbai
કોંગ્રેસમાંથી(Congress) ભાજપમાં(BJP) પ્રવેશ કરનાર હાર્દિક પટેલ(Hardik Patel) હવે સોશિયલ મીડિયા(Social media) ટ્રોલ(Trolled) થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ હાર્દિક પટેલને ભાજપની ખિસકોલી કહીને મજાક ઉડાવી હતી. હવે હાર્દિક પટેલે ટ્વીટર(Twitter) પર ભાજપના મિસકોલ અભિયાન માટે અપીલ કરતા લોકો તેના પર તૂટી પડ્યા છે. પોતાના ટ્વિટર હેન્ડલના(Twitter handle) માધ્યમથી હાર્દિક પટેલે ભાજપનું એક પોસ્ટર અપલોડ કર્યું હતું. આ પોસ્ટરમાં મિસ કોલ આપીને ભાજપમાં જોડાઈ જવાની અપીલ કરવામાં આવી હતી. આ અપીલ જોઈને હાર્દિક પટેલના અનેક ફોલોવર અકળાઈ ગયા. તેમજ હાર્દિક પટેલે ભૂતકાળમાં ભાજપ સામે જેટલી પોસ્ટ નાખી હતી તે તમામ પોસ્ટનો સ્ક્રીનશોટ ખુદ હાર્દિક પટેલને પણ પાઠવ્યો હતો. આ ઉપરાંત અનેક લોકોએ પ્રશ્ન પૂછ્યો હતો કે તે પોતે ભાજપમાં કેટલા દિવસ ટકવાનો છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. હાર્દિક પટેલ ને ગાળો આપનાર અનેક લોકો પાટીદાર સમાજના હોવાનું જણાઈ રહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : ઔરંગાબાદમાં આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સભા – મોટી જાહેરાતની શક્યતા-જાણો વિગતો