Site icon

અરરરર!!! ગીરના જંગલમાં પિતાની નજર સામે સિંહણે 6 વર્ષના બાળકની હત્યા કરી… જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

09 સપ્ટેમ્બર 2020

ગુજરાતના વિસાવદર જિલ્લાના શેખવા વિરપુર ગામના જંગલમાં એક અરેરાટી ભરી ઘટના બની છે. ગીરના જંગલનો જ એક ભાગ ગણાતાં આ વિસ્તારમાં એશિયાઇ સિંહોનો વાસ જોવા મળે છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં રહેતા 6 વર્ષના બાળકની સિંહણે હત્યા કરી દીધી છે. અચાનક સિંહણ ત્રાટકી હતી અને આ બાળકને ઊંચકી ગઈ હતી. બાળકના પિતાએ આ દ્રશ્ય જોતા જ  બુમાબુમ કરી મૂકી. જેને કારણે આસપાસ રહેતા ગામવાસીઓ દોડી આવ્યાં હતાં.  

આ બનાવ અંગે વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે અચાનક એક સિંહણે હુમલો કરી બાળકને નજીકની ઝાડીમાં ખેંચી જઈ બાળકને ઘાયલ કરી દીધો હતો. બાળકને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ડૉક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. હાલ વન્ય કર્મચારીઓ પીડિત પર હુમલો કરનાર પ્રાણીને શોધવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અહીં બાળક ખેતમજૂરી કરતાં માતા પિતા અને બે ભાઈ સાથે નજીકના જ એક ફાર્મમાં રહેતો હતો.

Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Exit mobile version