ગુજરાત સીએમ ભુપેન્દ્ર પટેલનો વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૨ સંદર્ભે દિલ્હીમાં ભવ્ય રોડ-શો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021

શુક્રવાર.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પ્રથમ રોડ શોના પ્રારંભે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ-વેપારના સંચાલકો–અગ્રણીએ સાથે વન ટુ વન બેઠક કરી દિવસની શરૂઆત કરી હતી. તેમણે મારુતિ-સુઝુકી ઇંડિયા લિમિટેડના સ્ડ્ઢ અને ઝ્રઈર્ં કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી. મારુતિ-સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે તેમણે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારુતિ દ્વારા ૧૬ હજાર કરોડના રોકાણની પણ વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને એવો અનુરોધ કર્યો હતો. વાઇબ્રન્ટ સમિટના પ્રચાર માટે અધિકારીઓ વિવિધ દેશોનો પ્રવાસ કરીને રોડ શો યોજશે, વિવિધ મંત્રીઓ મુંબઇ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઇ અને બેંગલુરુ ખાતે રોડ શો યોજાશે. મુખ્યમંત્રી સમિટના પ્રમોશન માટે ૮ અને ૯ ડિસેમ્બરે દુબઇ અને અબુધાબી જશે. ગુજરાતમાં મૂડીરોકાણનાં નવાં ક્ષેત્રો અને સંભાવનાની જાણકારી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ અને અગ્રણી વેપારીઓ સાથે પણ વન-ટુ-વન બેઠક યોજશે. ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની કર્ટેન રેઇઝર ઇવેન્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પહોંચી ગયા છે. તેમણે ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૨ સંદર્ભે બેઠકો શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓની સાથોસાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણનાં નવીનતમ ક્ષેત્રો-ઊજળી સંભાવનાઓના સંદર્ભમાં આ ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરવાના છે. મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે. મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હીસ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ આજે સાંજે મળશે અને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-૨૦૨૨ વિષયક પ્રસ્તુતિ કરશે. આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકોમાં ભાગ લઇ રાત્રે ગાંધીનગર પરત ફરશે.

ભાજપા મહારાષ્ટ્રમાં ફરી મોટો ખેલ પાડવાની તૈયારીમાં, કેન્દ્રીય મંત્રીએ કહ્યું માર્ચ સુધી બની જશે અમારી સરકાર, NCP સુપ્રીમો બધું કામ મૂકી દિલ્હી રવાના

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *