Site icon

સુરતની લેડી દબંગ ‘સુનિતા’ની મુશ્કેલીઓ વધી, કાયદાનું પાલન કરાવવા પોતે જ કાયદો તોડયો હોવાનો આરોપ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

સુરત

Join Our WhatsApp Community

17 જુલાઈ 2020 

ગુજરાત ના આરોગ્ય મંત્રી ના પુત્રને લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળવા બાબતે ઉગ્ર વાદવિવાદ કર્યા બાદ ચર્ચામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુનિતા વિરુદ્ધ  વિવિધ કેસમાં તપાસના આદેશ પોલીસ દ્વારા આપવામાં આવ્યા છે. પ્રથમ આરોપ તો એ છે કે, 'સુનિતાએ પોતાની ફરજ દરમિયાન મંત્રીના પુત્ર પાસે ઉઠક-બેઠક કરાવી હતી.' બીજો આરોપ છે કે તેણે પોતે પણ ડ્યુટી દરમિયાન કાનૂન તોડ્યો હોવાથી તેનો પર કાર્યવાહી કરવામાં આવશે. અને ત્રીજો આરોપ છે કે ઘટના ઘટી અને બીજા દિવસથી જ ડ્યૂટી પરથી ગાયબ છે. 

જો કે આ અંગે ઘટસ્ફોટ કરતા સુનિતા યાદવે જણાવ્યું કે જે ઘટના ઘટી એના બીજા દિવસે જ એટલે કે 9 જુલાઇ થી તેણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આથી આ દરમિયાન મારા પર કોઈ કેસ બનતો નથી. સાથે જ સામી બાજુ સુનિતાએ પોતાને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હોવાની ફરિયાદ કરતા તેને બે શસ્ત્ર પોલીસની સુરક્ષા આપવામાં આવી છે. આમ સમગ્ર ઘટના અંગે સુનિતાએ ફરિયાદ કરતાં કહ્યું કે "મેં આરોગ્ય મંત્રી ના પુત્ર સામે કાર્યવાહી કરી હોવાથી મારી સામે બદલાની ભાવનાથી તપાસ થઇ રહી છે, તે દિવસે મેં મારી મર્યાદામાં રહીને જ કાર્યવાહી કરી હતી પરંતુ ગુજરાત સરકારના મંત્રી હોવાથી એના ડરના લીધે મારા સહયોગીઓ પણ મને સહકાર નથી આપી રહ્યા"..આથી આગામી થોડા દિવસોમાં જ હું મીડિયા સામે આવીશ અને મારો પોતાનો પક્ષ મુકીશ હમણાં કેટલાક દબાણવશ મીડિયા સાથે વાત નથી કરી શકતી…એમ પણ સુનિતા એ કહ્યું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2DRyEK8  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Exit mobile version