ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ ફરી એક વાર લંબાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના આઠ મહાનગરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રે એક વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કર્યુ અમલમાં રહેશે.
કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
રાજ્યના જે આઠ મહાનગરપાલિકામાં નાઈટ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે તેમાં, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે, કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્ય સરકારે નિયંત્રણો 20 ડિસેમ્બર સુધી રાજ્યના 8 મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યૂમાં લંબાવ્યો હતો.
આધાર કાર્ડ સાથે મતદાર કાર્ડને જોડવાનુ બિલ લોકસભામાં પાસ, ગૃહ આવતીકાલ સુધી સ્થગિત; વિપક્ષે કરી આ માંગ
