Site icon

Organic farming: ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી આ નવી યોજના અમલમાં મૂકી

Organic farming: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મૂકાઈ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ. પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય ચૂકવાશે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં રૂ. ૧,૦૦૦ લાખની જોગવાઇ

Gujarat government implemented Scheme to promote organic agriculture in vegetable crops to encourage natural agriculture

Gujarat government implemented Scheme to promote organic agriculture in vegetable crops to encourage natural agriculture

News Continuous Bureau | Mumbai

Organic farming: દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ( Bhupendra Patel ) નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર ( Gujarat Government  ) દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મેળે, તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે. 

Join Our WhatsApp Community

               ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ( Raghavji Patel ) જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો ( vegetables Crops )  સરળતાથી મળી રહે તે માટે “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના” ( Scheme to promote organic agriculture in vegetable crops ) અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી ( vegetable farming ) પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂ. ૧૦૦૦ લાખની રકમ ફાળવવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો:  Today’s Horoscope : આજે ૩ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

                મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂરી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા ગુજરાત સરકારે નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાના અમલીકરણથી આગામી ૫ વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે ૫૦૦૦ હેકટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય DBTના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version