ગુજરાત સરકારે માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી સેંકડો કરોડનો દંડ વસુલ્યો. જાણો કેટલા રૂપિયા…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

25 ડિસેમ્બર 2020

ગુજરાત ના લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે. ગુજરાતમાં કોવિડને લાગતાં ઘણાખરા પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યાં છે. પરંતુ, હજુ પણ માસ્ક પહેરવું ફરજીયાત છે. પરંતુ લોકો આ વાતને ગંભીરતાથી લેતા નહીં અને માસ્ક વગર બહાર નીકળી પડે છે. પરંતુ  ગુજરાત સરકારે ગુરુવારે હાઇકોર્ટમાં જે માહિતી આપી છે તે મુજબ, કોવિડ -19 રોગચાળા દરમિયાન માસ્ક ન પહેરનારા 23 લાખથી વધુ લોકો પાસેથી લગભગ 115 કરોડ રૂ.ની વસૂલાત કરી છે. 

સોગંદનામામાં ગુજરાત સરકારે કહ્યું કે 22 ડિસેમ્બર સુધી માસ્ક ન પહેરવા અથવા તેમના ચહેરાને યોગ્ય રીતે ન ઢાંકવાના કારણે 23,64,420 લોકો પાસેથી 1,15,88,00,000 રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ કેસમાં આગામી સુનાવણી 8 જાન્યુઆરી 2021 ના ​​રોજ થશે.

મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ જે.બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ સોગંદનામું દાખલ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોવિડ -19 નાં ફેલાવાને લગતા વિવિધ પાસાં પરની રચનાત્મક અરજીની સુનાવણી કરતી આ સ્પેશિયલ ખંડપીઠ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More