Site icon

Gujarat government Mahakumbh: મહાકુંભની યાત્રા હવે થઇ સરળ, ગુજરાત સરકારની ‘મહાકુંભ બસ સેવા’ દ્વારા યાત્રાળુઓનો અનુભવ થયો વધુ આરામદાયક

Gujarat government Mahakumbh: હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા ગુજરાત ST વિભાગે રાજ્યના ચાર શહેરોમાંથી પ્રયાગરાજ જવા માટે દરરોજ AC વોલ્વો બસ દોડાવવાની અનોખી પહેલ કરી છે

Gujarat government Mahakumbh The journey to Mahakumbh has now become easier

Gujarat government Mahakumbh The journey to Mahakumbh has now become easier

News Continuous Bureau | Mumbai

Gujarat government Mahakumbh: કરોડો શ્રદ્ધાળુઓની ભક્તિ અને આસ્થાનું મહાપર્વ એટલે મહાકુંભ.ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં ગુજરાતના શ્રધ્ધાળુઓ આસ્થાની પવિત્ર ડુબકી મારી શકે તે માટે રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)એ શરૂ કરી છે ‘મહાકુંભ બસ સેવા’. આ વિશેષ વ્યવસ્થાના કારણે ગુજરાતવાસીઓને પ્રયાગરાજ મહાકુંભમાં જવું સરળ બન્યું. તો ચાલો આજે આપણે જાણીએ, કેવી રીતે GSRTCએ શ્રદ્ધાળુઓની યાત્રાને સુખદ અને સલામત બનાવી.

Join Our WhatsApp Community

હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા ગુજરાત ST વિભાગે રાજ્યના ચાર શહેરોમાંથી પ્રયાગરાજ જવા માટે દરરોજ AC વોલ્વો બસ દોડાવવાની અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની આત્મીયતા અને સમર્પણ દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો:  International Womens Conference: આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાયું 10મું આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન, વૈશ્વિક શાંતિ ના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે કર્યું સંબોધન..

Gujarat government Mahakumbh: GSRTCની વોલ્વોમાં પ્રયાગરાજથી પરત ફરેલા યાત્રિકોએ રાજ્ય સરકાર અને GSRTCની સેવાને બિરદાવી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક નિર્ણયને આવકાર્યો. 27 જાન્યુઆરીથી પ્રારંભ થયેલી આ સેવાનો અત્યાર સુધી હજારો લોકોએ લાભ લીધો. અમદાવાદના નારાયણપુરાના રહેવાસી અજય કંસારાએ મહાકુંભની મહાયાત્રાનો અનુભવ જણાવ્યો. તેમણે ગુજરાત ST નિગમની કામગીરીને આશીર્વાદરૂપ ગણાવી. સાથે જ તમામ બસોમાં આરામદાયક સીટ, સ્લીપર કોચ, AC અને નોન-AC વિકલ્પો, તેમજ સુરક્ષા માટે CCTV અને GPS ટ્રેકિંગ સિસ્ટમ હોવાથી કોઈ પણ મુશ્કેલી આવી ન હોવાની પણ આપી જાણકારી. આમ, સરકારના સહયોગથી ગુજરાતીઓનું મહાકુંભમાં સ્નાન કરવાનું સપનું થયું સાકાર. આ અવિસ્મરણીય મહાકુંભમાં ભક્તિ અને શાંતિની અનુભૂતિ કરવી હોય, તો GSRTCની મહાકુંભ બસ સેવા આજે જ બુક કરો! વધુ વિગતો માટે www.gsrtc.in અથવા 1800-233-6666 પર સંપર્ક કરો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Exit mobile version