News Continuous Bureau | Mumbai
Gir Eco Sensitive Zone: અમરેલી તા.૧૭ ઓક્ટોબર, ૨૦૨૪ (ગુરુવાર) ગીર રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન અંગે ખેડૂતો અને આ સૂચિત સમાવિષ્ટ વિસ્તારના રહીશો સુધી યોગ્ય વિગતો પહોંચે તેવા હેતુથી ગીર પૂર્વ નાયબ વનસંરક્ષક અને ધારી પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને ધારીના આંબરડી સફારી પાર્ક ખાતે પત્રકારો સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વાર્તાલાપમાં ગીર પૂર્વ નાયબ વનસરંક્ષક રાજદિપસિંહ ઝાલાએ પત્રકારોને એક પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કરી સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન ( Amreli Eco Sensitive Zone ) અંગેના તથ્યોથી વાકેફ કર્યા હતા. તેમણે લોકોને પત્રકારોને ખોટી ભ્રમણાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યુ કે, સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી કુલ ૧૯૬ ગામોનો સમાવેશ થશે જ્યારે હાલના નિયમો મુજબ ૩૮૯ ગામો રક્ષિત વિસ્તાર અને તેની આસપાસ સમાવિષ્ટ છે જ. આમ, ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી ગામની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે વધારો થતો નથી.
તેમણે ઉમેર્યુ કે, નેશનલ વાઇલ્ડ લાઇફ એક્શન પ્લાન ( NWAP ) (૨૦૦૨-૨૦૧૬) મુજબ ઇકોલોજિકલ કોરીડોર જે રક્ષિત વિસ્તારોને જોડે છે તે મહત્વપૂર્ણ છે અને જૈવ વિવિધતા વિભાજનને રોકવા માટે તેને સુરક્ષિત કરવું ખૂબ જરુરી છે.
નેશનલ વાઇલ્ડ લાઇફ એક્શન પ્લાન NWAP રક્ષિત વિસ્તારો તેમજ કોરીડોરના આસપાસના તમામ વિસ્તારોને પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૬ હેઠળ સંવેદનશીલ જાહેર કરવા ભલામણ કરે છે. ગીર, પાણિયા અને મિતિયાળા રક્ષિત વિસ્તાર ફરતે ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવા બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.૦૩/૦૭/૨૦૨૩ના રોજ રાજ્ય સરકારને ફ્રેશ પ્રપોઝલ રજૂ કરવા ઓરલ ઓર્ડર આપ્યો હતો.
NWAP ની ભલામણ અને દેશની સર્વોચ્ચ અદાલત (Honorable Supreme Court of India) ના નિર્દેશો મુજબ ગીર રક્ષિત વિસ્તાર (Gir PA) ની આસપાસ ઇકો-સેનસેટીવ ઝોન માટે જરૂરી સુધારા કરી રિવાઇઝ્ડ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. દરખાસ્તનો ઉદ્દેશ્ય પર્યાવરણીય સંતુલનનું રક્ષણ કરવાનો અને ગીર રક્ષિત વિસ્તારની વૈવિધ્યસભર વન્યજીવોની પ્રજાતિઓ અને તેમના રહેઠાણોના લાંબા ગાળા માટે ટકાવી રખવાનો છે.
દેશની સર્વોચ્ચ અદાલત (Honorable Supreme Court of India)ના નિર્દેશો અનુસાર ગીર રક્ષિત વિસ્તારની ફરતે ૨.૭૮ કિ.મી. નો લઘુત્તમ ઇકો-સેન્સેટીવ ઝોન રાખવામાં આવ્યો છે.
આ ઇકો-સેન્સેટીવ ઝોનની ( Gir Eco Sensitive Zone ) લઘુત્તમ હદ ૦૦.૦૦ કિ.મી. (રક્ષિત વિસ્તારો એક બિજા સાથે સ્પર્શ્તા હોવાથી) અને મહત્તમ હદ ૯.૫૦ કિ.મી. સુધીની છે.
ઇકો-સેન્સેટીવ ઝોનનો ( Eco Sensitive Zone ) કુલ વિસ્તાર ૨૦૬૧.૭૭ ચો. કિ.મી. છે. ઇકો-સેન્સેટીવ ઝોનમાં ૩ જિલ્લાના ૧૧ તાલુકાના કુલ ૧૯૬ ગામોનો સમાવેશ થાય છે. તા.૧૮/૦૯/૨૦૨૪ના રોજ વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં ૬૦ દિવસ દરમિયાન રાજ્ય સરકાર ( Gujarat Government ) દ્વારા વાંધા અને સૂચનો સ્વીકારવામાં આવે છે જેના અંતે આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.
જાહેરનામામાં ૩ જિલ્લાના ૧૧ તાલુકાના કુલ ૧૯૬ ગામોનો સમાવેશ જેનો કુલ વિસ્તાર ૨૦૬૧.૭૭ ચો. કિ.મી. છે. જેમાં અમરેલી જિલ્લાના આંશિક વિસ્તારવાળા ધારી તાલુકાના ૦૨ ગામ અને સંપૂર્ણ વિસ્તાર વાળા ૨૭ ગામ, ખાંભા તાલુકાના ૩૬ અને સાવરકુંડલા તાલુકાના ૦૭ ગામનો સમાવેશ થાય છે.
આ ઇકો સેન્સેટીવ ઝોનમાં હયાત ગામ-તળના વિસ્તાર ઉપરાંત બીજો તેટલો જ વિસ્તાર ઇકો-સેન્સેટીવ ઝોનમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.
ગામતળમાં કરવાની થતી સરકારી અથવા વ્યક્તિગત પ્રવૃત્તિઓ માટે ઇકો સેન્સીટીવ ઝોનને લગત કોઇપણ પરવાનગી લેવાની રહેશે નહીં જેમાં દવાખાના, આંગણવાડી, શાળા, પંચાયત કચેરી, નંદ ઘર, ગામના રસ્તાઓ વગેરે તમામ ગામના વિકાસની પ્રવૃત્તિઓમાં, પોતાના રહેણાંક, પાણીના કનેક્શન, વીજ જોડાણ, કૂવા બાંધકામ વગેરે માટે વન વિભાગની પરવાનગીની આવશ્યકતા નથી.
ઇકો સેન્સેટીવ ઝોનમાં અંગે કેટલાક તથ્યો
- ઇકો-સેન્સેટીવ ઝોનમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રો-ઠરાવો અને જોગવાઇઓ મુજબ કોઇ વ્યક્તિ કે સમુદાય કે સમાજ, ઘર, દુકાન, કરી શકે છે. આ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા મોટા ઉદ્યોગો ઉપર નિયંત્રણ છે.
- ખેતર કે વાડીના માલિક પોતાના ખેતર કે વાડીમાં ભૂગર્ભમાંથી પાણી કાઢવા કૂવા કે દાર શકે છે.
- વીજ કનેક્શન લેવા જેવી ખેતી વિષયક બાબતે કોઇ મનાઇ નથી.
- ઇકો-સેન્સેટીવ ઝોનના કારણે હોટલ, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ, લોજ વગેરે કરવા ઉપર મનાઇ નથી. આ બાબતે રાજ્ય સરકાર ના નીતિ નિયમ મુજબ ઉક્ત તમામ હેતુઓ માટે રાજ્ય સરકારની લગત કચેરી દ્વારા પરવાનગી આપવામાં આવે છે.
- ઇકો-સેન્સેટીવ ઝોનમાં માલિકીના ઝાડનું છેદન રાજ્ય સરકારના પ્રવર્તમાન નીતિ નિયમ મુજબ થઈ શકે.
- ઇકો-સેન્સેટીવ ઝોનમાં આવતી નદીઓમાંથી રેતી કાઢવા ઉપર રાજ્ય સરકારના ધારા ધોરણ મુજબ સ્થાનિક રીતે બોનાફાઇડ ઉપયોગ માટે કોઇ પ્રતિબંધ નથી. તેના વાણિજ્ય વેચાણ પર પ્રતિબંધ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : ISOT Annual Conference: અમદાવાદમાં યોજાઈ ISOTની 34મી એન્યુઅલ કોન્ફરન્સ, CM ભૂપેન્દ્ર પટેલે આ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ડોક્ટર્સને કર્યા સન્માનિત.