Site icon

Gujarat News :ગુજરાત સરકાર કરશે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી,આ તારીખ સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવી

Gujarat News :ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ તા. ૨૫ મે, ૨૦૨૫ સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવી

Gujarat News : Gujarat government will purchase summer moong at support price, register online by this date

Gujarat News : Gujarat government will purchase summer moong at support price, register online by this date

News Continuous Bureau | Mumbai

Gujarat News : ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઉનાળુ મગ પાક માટે રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રવર્તમાન સમયમાં વિવિધ APMC ખાતે ઉનાળુ મગનો બજાર ભાવ રૂ. ૬,૭૭૨ પ્રતિ ક્વિન્ટલ જેટલો ચાલી રહ્યો છે.

Join Our WhatsApp Community

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મગના ઓછા ભાવથી રાજ્યના કોઈપણ ખેડૂતને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Gujarat Board Exam Error: છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય, આ એક ભૂલના કારણે ધો.10માં થઈ નાપાસ, યોગ્ય તપાસ બાદ ઉત્તીર્ણ જાહેર કરાઈ

ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલ તા.૧૫ મે, ૨૦૨૫ થી આગામી તા.૨૫ મે ૨૦૨૫ સુધીમાં રાજ્યના ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. આ નોધણી માટે ખેડૂતોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહી.

રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Cyclone Ditva: ભારતીય સમુદ્રમાં બે ચક્રવાત સક્રિય, ‘દિતવા’ અને નબળું ‘સેન્યાર’ મળીને કયો મોટો ખતરો સર્જશે?
Mumbai AQI: મુંબઈનો AQI લેવલ ચિંતાજનક સ્તરે પહોંચ્યો, જાણો BMC દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે શું પગલાં લેવાયા?
Congress resignation: મહારાષ્ટ્ર રાજકારણ: કલ્યાણમાં કોંગ્રેસના અનેક નેતાઓના સામૂહિક રાજીનામા, નિકાય ચૂંટણી પહેલાં પાર્ટીમાં ભંગાણ
Nashik Kumbh Mela 2027: નાશિક કુંભમેળા માટે બોધચિહ્ન ડિઝાઇન સ્પર્ધા જાહેર; પ્રથમ પારિતોષિક 3 લાખ
Exit mobile version