Site icon

Gujarat Plastic Waste : પર્યાવરણ સુધારણા અંગે ગુજરાત સરકારના મહત્વપૂર્ણ નિર્ણય, માર્ગ સુધારણામાં પ્લાસ્ટિક વેસ્ટનો કરાશે ઉપયોગ, ફાળવશે આટલા કરોડ રૂપિયા

Gujarat Plastic Waste : ગુજરાતમાં 13 માર્ગોની સુધારણા કરવામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'વિકાસ સપ્તાહ' અંતર્ગત રૂ. 112.50 કરોડ રૂપિયા 105 કિલોમીટર લંબાઇમાં રસ્તાના મજબૂતીકરણ માટે ફાળવવા મંજૂરી આપી. પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી પર્યાવરણ સુધારણા સાથે રસ્તાની લાઈફ સાઇકલમાં વૃદ્ધિ થશે. ભારે ટ્રાફિક ધરાવતા અને ચોમાસામાં ઓવર ટોપીંગ થતા કુલ 20 માર્ગોના 93.33 કિલોમીટર રસ્તા સી . સી રોડ બનાવવા 300.57 કરોડ ફાળવ્યા

Gujarat government's important decision on environmental improvement, plastic waste will be used road improvement

Gujarat government's important decision on environmental improvement, plastic waste will be used road improvement

News Continuous Bureau | Mumbai

Gujarat Plastic Waste : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રસ્તાઓના બાંધકામમાં પ્લાસ્ટિક વેસ્ટનો ( Plastic Waste ) ઉપયોગ કરી ટકાઉ માર્ગોના નિર્માણ સાથે પર્યાવરણ સુધારણા અંગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Community

આ હેતુસર મુખ્યમંત્રીશ્રીએ 13 રસ્તાઓની કુલ 104.96 કિ.મી. લંબાઇની માર્ગ સુધારણા માટે રૂ. 112.50 કરોડ ફાળવ્યા છે.

એટલું જ નહિ, ભારે ટ્રાફિક ધરાવતા તેમજ ચોમાસા દરમિયાન ઓવરટોપીંગ થતા હોય તેવા કુલ 20 રસ્તાઓના 93.33 કિ.મી. લંબાઇના માર્ગો સી.સી. રોડના બનાવવા માટે 300.57 રૂપિયા મંજૂર કર્યા છે.  

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 7મી ઑક્ટોબર 2001ના દિવસે કાર્યભાર સંભાળીને રાજ્યના વિકાસને નવી દિશા આપી છે. 

આ સફળ સુશાસનના 23 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી ‘વિકાસ સપ્તાહ’ ( Vikas Saptah ) ઉજવાઈ રહ્યું છે. 

વિકાસ સપ્તાહની આ ઉજવણીમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી માર્ગોની સુધારણાનો આ પર્યાવરણ ( Gujarat Plastic Waste ) પ્રિય અભિગમ અપનાવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  General Upendra Dwivedi Japan: સંરક્ષણ સહયોગને મજબૂત કરવા આજથી સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી જાપાનના પ્રવાસે, લેશે આ સ્થળોની મુલાકાત.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિક વેસ્ટના આવા નિર્માણ કાર્યોમાં વધારેને વધારે ઉપયોગ દ્વારા વિકસિત ભારત માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું વિઝન આપેલું છે. 

તેમના આ વિઝનને સાકાર કરવામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને અગ્રેસર બનાવવાના હેતુથી માર્ગ સુધારણા  માટેના કામોમાં  ( Road Construction )  પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. 

પ્લાસ્ટિક વેસ્ટનો માર્ગ સુધારણા અને નવ નિર્માણમાં ઉપયોગ આવનારા દિવસોમાં પર્યાવરણ સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ બનશે.

આ ઉપરાંત માર્ગોની મજબૂતી વધારવા સાથોસાથ રોડની લાઈફ સાયકલમાં પણ વૃદ્ધિ થશે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો ( Gujarat  ) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ધ્યેય પાર પડશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version