News Continuous Bureau | Mumbai
Gujarat Teacher Recruitment : ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી ( Teacher Recruitment ) અંગે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ( Non-Government Granted Higher Secondary Education Assistantship ) માટેની જાહેરાત આગામી તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તા. ૧૦ ઓક્ટોબર,૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના ( Gujarat Government ) શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગત તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ આચાર્ય તેમજ ગત તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ અંદાજિત ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકો ( Gujarat Teacher ) માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. હવે, આગામી સમયમાં બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: eKYC Ration Card: હવે ઘરે બેઠાં આ મોબાઈલ એપથી કરાવી શકશો રેશન કાર્ડનું E KYC! ગુજરાતના લાખો લાભાર્થીઓએ લીધો લાભ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.