મોરબી દૂર્ઘટના બાદ ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, મોરબી નગરપાલિકાને નોટિસ ફટકારી

મોરબી દૂર્ઘટના અંગે કાર્યવાહી કરતા ગુજરાત સરકારે હવે નગરપાલિકાને કારણદર્શક નોટીસ પાઠવી છે. 30 ઓક્ટોબરે થયેલા આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

Gujarat government's major action after the Morbi tragedy

મોરબી દૂર્ઘટના બાદ ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, મોરબી નગરપાલિકાને નોટિસ ફટકારી

News Continuous Bureau | Mumbai

મોરબી દૂર્ઘટના અંગે કાર્યવાહી કરતા ગુજરાત સરકારે હવે નગરપાલિકાને કારણદર્શક નોટીસ પાઠવી છે. 30 ઓક્ટોબરે થયેલા આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

Join Our WhatsApp Community

ગુજરાતના શહેરી વિકાસ વિભાગે મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. મોરબી ઝુલતા પુલના સમારકામની મંજુરી આપવા અને તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકવાની મંજૂરી આપવામાં નગરપાલિકા દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવી હોવાની ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે કરેલી રજૂઆત શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  દેશમાં ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા વધીને 1000 કરોડ થઈ, આ ખેડૂતોની આવક વધશે

30 ઓક્ટોબરની સાંજે બ્રિજ પડી ગયો

મોરબીની ઘટનામાં 30 ઓક્ટોબરની સાંજે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો. જેમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા. આ પુલ તાજેતરમાં નવીનીકરણ બાદ કાર્યરત કરવામાં આવ્યો હતો. જેનું સમારકામ ઓરેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.

નગરપાલિકાના 49 સભ્યોએ કોર્ટ સમક્ષ રાજ્ય સરકારના સોગંદનામાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે તેઓ પુલના સમારકામનો કોન્ટ્રાક્ટ આપવામાં સામેલ નથી અને જો સરકાર મોરબી નગરપાલિકાને સુપરસીડ કરે તો બાકીના લોકો સાથે અન્યાય થશે.

Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Exit mobile version