Site icon

લગ્ન સીઝનને લઈને ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત..  હવે લગ્ન સમારંભમાં 100 ને બદલે 200 લોકોની છૂટ આપવામાં આવી છે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

02 નવેમ્બર 2020

વાર તહેવારની મોસમ આવી પહોંચી છે. જેને લઈને સરકાર પણ હવે છૂટછાટો આપી રહી છે. લગભગ 8 મહિનાથી લોકો ઘરોમાં બંધ છે. કોરોના મહામારી વચ્ચે ધીરેધીરે જનજીવન થાળે પડી રહ્યું છે. અર્થતંત્ર ધીરેધીરે પાટા પર આવી રહ્યું છે. તહેવારોની ઉજવણી માટે લોકો માર્કેટમાં ખરીદી કરતા પણ નજરે પડી રહ્યાં છે. આવામાં દિવાળી બાદ આવતી લગ્નસરાની મોસમ માટે મોટી છૂટછાટ આપવામાં આવી રહી છે. લગ્ન સીઝનને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે  મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100 ને બદલે 200 લોકોની છૂટ આપવામાં આવી છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉપરોક્ત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે, રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100 ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ 200 લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવું અને  સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતીકાલે 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે. આ સાથે જ બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ લઓકોને પ્રવેશ આપવાની છૂટ અપાશે તેવુ આ માર્ગદર્શિકા માં કહેવાયું છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version