ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
14 ઓક્ટોબર 2020
મુંબઇ અને મહારાષ્ટ્રમાં ગઈકાલે તમામ ધાર્મિક સ્થળો ખોલવાની માંગ લઈ ભાજપના નેતૃત્વમાં પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. જ્યારે ગુજરાતમાં સરકારે જનતાની ભાવનાને ઘ્યાનમાં લઈ નવરાત્રી દરમિયાન તમામ મંદિરો ખોલવાની પરવાનગી આપી છે. આજે ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મંદિરોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેટલીક જગ્યાએ નવરાત્રિના સમયમાં મંદિરમાં શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવતા હોવાથી, કેટલાક ધર્મસ્થળોમાં પૂરતી જગ્યા ન હોવાના કારણે, કેટલાક મંદિર પર્વતની ટોચ ઉપર હોવાના કારણે મંદિરે, દર્શન કરવા જાય ત્યાંરે સંક્રમણની સંખ્યા મહત્તમ રહે છે. આવામાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જરૂરી નિયમો બનાવવામાં આવ્યા છે. પૂજા-આરતી વેળા ઓછામાં ઓછો લોકો દાખલ થઈ શકે એવી ત્યાંની પરિસ્થિતી હોવાના કારણે વચ્ચેના ભાગમાં ટીવીની વ્યવસ્થા કરીને દર્શનાર્થીઓને દર્શન થાય તેવી સુવિધા ઉભી કરાશે.
નવરાત્રિ દરમિયાન જેતે મંદિર ટ્રસ્ટોએ પોતાના સ્થળ પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધા છે નિર્ણય.. આ નવરાત્રિના સમય દરમિયાન ધર્મસ્થાનો મંદિરો ઉપર કોરાનાનું સંક્રમણ વધે નહિ તે ધ્યાનમાં રાખીને મળતો પ્રસાદ પણ બંધ પેકિંગમાં આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે કેટલાક મંદિરોમાં પ્રસાદી જ નહીં આપવામાં આવે. જેથી સંક્રમણ વધે નહિ. પ્રસાદ હાથમાં આપવાથી સંક્રમણ ફેલાવાની શક્તયા વધુ રહે છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ દરમિયાન ગુજરાતનું ફેમસ પાવાગઢ મંદિર અને આશાપુરા મંદિર બંધ રહેશે તેવુ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે…