ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
9 જુલાઈ 2020
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયેલા છે. મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં 7 કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાત હાઈકોર્ટને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ સંકુલને સીલ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટના તમામ ગેટ બંધ કરી નિયંત્રિત ઝોનના બોર્ડ મારી દેવાયા છે. તેમજ લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
છેલ્લા 5 દિવસથી રાજ્યમાં દરરોજ 700થી વધુ કેસો નોંધાય છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,419 કેસ નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1995એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 27313 દર્દી સાજા થઇને ઘરે પરત થયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં સુરતમાં 273, અમદાવાદમાં 156 અને વડોદરામાં 67 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com